Tuesday, April 30, 2024
Homeએમેઝોન : પ્રાઈમ ડે સેલમાં સોફ્ટવેર બગને કારણે 9 લાખનો કેમેરા 6500...
Array

એમેઝોન : પ્રાઈમ ડે સેલમાં સોફ્ટવેર બગને કારણે 9 લાખનો કેમેરા 6500 રૂપિયામાં વેચાયો, ગ્રાહકોએ જેફ બેઝોસને થેન્ક યૂ કહ્યું

- Advertisement -

ગેજેટ ડેસ્ક: એમેઝોન કંપનીનો મોસ્ટ પોલ્યુલર ‘પ્રાઈમ ડે સેલ’ 16 જુલાઈએ પૂરો થયો. આ સેલમાં કંપનીએ ગ્રાહકોને બેસ્ટ ઓફર આપી બેસ્ટ પ્રોડક્ટ સેલ કર્યા. સેલ દરમિયાન સોફ્ટવેર બગને લીધે અમેરિકામાં ગ્રાહકોને 9 લાખ રૂપિયાનો કેનન EF 800 કેમેરા માત્ર 6,500 રૂપિયામાં મળી ગયો, એટલે કે ગ્રાહકોને કેમેરા પર 99 ટકા ડિસ્કાઉન્ટ મળ્યું.

એમેઝોન કંપનીએ 15-16 જુલાઈના રોજ દુનિયાભરમાં ‘પ્રાઈમ ડે સેલ’ કર્યો હતો. આ સેલમાં કેનન EF 800 કેમેરાની કિંમત ડિસ્કાઉન્ટ સાથે 6,500 રૂપિયા દેખાઈ. આ કેમેરાની માર્કેટ પ્રાઇસ તો 9 લાખ રૂપિયા છે. ગ્રાહકોએ આટલી ઓછી કિંમત જોઈને ફટાફટ તેને ખરીદવાનું શરૂ કરી દીધું. જેમ-જેમ લોકોને આ કિંમત વિશે ખબર પડી તેમ-તેમ કસ્ટમરની સંખ્યા વધવા લાગી. એમેઝોન કંપની સોફ્ટવેરમાં બગ શોધે ત્યાં સુધીમાં તો ઘણા બધા લોકો આ કેમેરા ખરીદી ચૂક્યા હતા.

કેમેરા ખરીદનાર ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર આ વાત જાહેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. જો કે,આ અમુક લોકોને મનમાં ડર હતો કે, ટેક્નિકલ ખામીને લીધે ક્યાંક કંપની ઓર્ડર કેન્સલ ન કરી દે. જો કે, કંપનીએ જ ગ્રાહકોને ઓર્ડર ડિલિવર કરવાની વાત કહી હતી જેમણે કેમેરા ખરીદ્યા હતા. કસ્ટમર સર્વિસ તરફથી ગ્રાહકોને તેમના ઓર્ડર ડિલિવરી માટેનો ફોન કરવામાં આવ્યો હતો. આ જોરદાર ડીલ બદલ યુઝર્સે એમેઝોન કંપનીના સીઈઓ જેફ બેઝોસનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular