Wednesday, May 1, 2024
Homeપ્રાંતિજ : સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી ધરમાં રહેવા જાહેરનામુ...
Array

પ્રાંતિજ : સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી ધરમાં રહેવા જાહેરનામુ બહાર પાડયું

- Advertisement -

સાબરકાંઠા : પોલીસ દ્વારા પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો સોસાયટીઓમાં પોલીસ જીપ ફેરવી ને સાંજના સાત થી સવાર ના સાત સુધી ધરોમાં રહેવાની જાહેરનામાની નગરજનોને જાણ કરવામાં આવી.

જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડયું.
પ્રાંતિજ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં જીપ ફેરવી જાહેરાત કરી.
માઈક દ્વારા જાહેરાત કરી નગરજનોને જાણ કરી.
બજાર સહિત સોસાયટી વિસ્તારોમાં જાહેરાત કરી.

હાલ કોરોના ની મહામારી ફેલાઇ છે ત્યારે હાલ દિવસે ને દિવસે કુદકે ને ભુસકે કોરોના ના કેસોમાં વધારો થતો જાય છે જેને લઇને જેમ બને તેમ સંક્રમણ ઓછુ થાય તે હેતુથી સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે.પટેલ તથા પ્રાંતિજ પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા દ્વારા સાંજના સાત થી સવાર ના સાત સુધી ઘર ની બહાર ન નીકળવા માટે નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

વિઝન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ ના પી.આઇ ની સુચના મુજબ પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ બજાર ચોક સહિત હનુમાન ચોક, સોનીવાડા નાકા, ગુજ્જર ની પોળ, બજારચોક, સ્ટેટ બેન્ક, પઠાણ વાડા, લાલ દરવાજા, ખોડીયાર કુવા, નવાધરા સહિત વિવિધ સોસાયટીમાં પ્રાંતિજ પોલીસે જીપ ફેરવી ને એનાઉન્સ કરી જાહેરનામા ની ધરે ધરે જાણ કરી હતી. જાહેરનામામાં સ્પષ્ટ અમલ કરવામાં આવ્યો છે કે સાંજના સાત થી સવાર ના સાત વાગ્યા સુધી કોઇપણ વ્યક્તિ ધરની બહાર નિકળ્વુ નહી અને પોતાના ધરોમાં જ રહેવું અને સુરક્ષીત રહેવું અને જો કોઇ પણ વ્યક્તિ ધરની બહાર નિકળશે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તો સાથે સાથે પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ થી બજારચોક વ્હોરવાડ સ્ટેટબેંક સુધીનો મેન રોડ નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને આ વિસ્તાર માં બાઇક કે ગાડી સાથે કોઈ પણ વાહન ચાલક પકડાશે તો તેનું વાહન જપ્ત કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેની નગરજનોને નોધ લેવા જણાવ્યું હતું.

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular