Wednesday, May 1, 2024
Homeદહેગામ : વાસણા રાઠોડ ગામે ગ્રામજનોએ નર્મદા કેનાલમાંથી મૂર્તિઓ કાઢીને ગામમાં વરઘોડો...
Array

દહેગામ : વાસણા રાઠોડ ગામે ગ્રામજનોએ નર્મદા કેનાલમાંથી મૂર્તિઓ કાઢીને ગામમાં વરઘોડો કાઢી નીલકંઠ મહાદેવના મંદિરમાં લાવવામાં આવી.

- Advertisement -

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે 2015 માં સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને નીલકંઠ મહાદેવ ના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. તેવા સમયે 400 વર્ષ જૂની પુરાણી નીલકંઠ મહાદેવ ની મૂર્તિ હનુમાન દાદાની મૂર્તિઓ અને અન્ય મૂર્તિઓ હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી.

 

 

જે વ્યક્તિઓએ આ મૂર્તિઓ નર્મદા કેનાલમાં પધરાવવા ગયા હતા તેમના પરિવાર ઉપર છેલ્લા પાંચ વર્ષથી આફતોનો વાવાઝોડું ચાલુ થઈ જતા કેટલાક ગ્રામજનોએ આ બાબતે સંતો મહંતો પાસે તપાસ કરાવી હતી. તો જાણવા મળ્યું કે જે મૂર્તિઓ તમે નર્મદા કેનાલમાં પધરાવી દીધી છે તે મૂર્તિઓ પાછી નહિ લાવો ત્યાં સુધી તમારા ઘરમાં શાંતિ આવશે નહીં. તેથી જેટલા મૂર્તિ પધરાવવા ગયા હતા તે તમામ લોકો ભેગા થઈને હરસોલી અને બહિયલ નર્મદા કેનાલમાં છેલ્લા દસ દિવસથી તરવૈયાઓ દ્વારા શોધખોળ કરાવીને કેનાલમાંથી આ મૂર્તિઓ બહાર કાઢી આજે સમગ્ર ગ્રામજનો ભેગા મળીને વાજતે ગાજતે મૂર્તિઓ ગામમાં લાવી વરઘોડો કાઢીને મંદિરમાં લાવવામાં આવી હતી.

 

 

બાઈટ : નટુજી સિસોદિયા, સ્થાનિક રહીશ, વાસણા રાઠોડ

તેના ઉપરથી ફલિત થાય છે કે ભગવાન ભોળાનાથ હાલમાં સાક્ષાત છે. તેમની જૂની થઈને ખંડિત મૂર્તિઓ સંતો મહંતોની પરવાનગી લીધા સિવાય ક્યાં ફેકવી નહી તેનું ઉત્તમ ઉદાહરણ કળયુગમાં પણ વાસણા રાઠોડના ગ્રામજનો જે પાંચ વર્ષ હેરાન પરેશાન થઇ ગયા છે તેનો પુરાવો અહીંયા સાક્ષાત જોવા મળે છે.

બાઈટ : નીલકંઠ મહાદેવ ના મંદિર ના પૂજારી, વાસણા રાઠોડ

 

 

કેમેરામેન ગીતા રાઠોડ સાથે અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular