Wednesday, May 1, 2024
Homeગોવાના રાજ્યપાલ બની શકે છે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડા
Array

ગોવાના રાજ્યપાલ બની શકે છે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડા

- Advertisement -

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યાને એક વર્ષ બાદ કેન્દ્ર સરકારે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાને કથિત રીતે ગોવાના રાજ્યપાલ નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રએ રાજસ્થાન કેડરના 1980 બેેંચના IAS અધિકારી તરીકે પ્રશાસનિક ક્ષમતાઓની માન્યતામાં CEC તરીકે સેવનિવૃત થયેલા 65 વર્ષના અરોડાને ગોવાના ગવર્નર બનાવવાની યોજના બનાવવામાં આવી છે.

હાલમાં જ સેવાનિવૃત થયા અરોડા

સુનીલ અરોડા 13મી એપ્રિલે જ મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પરથી સેવાનિવૃત થયા છે. સુનીલ અરોડના જગ્યાએ સુશીલ ચંદ્રાએ પદભાર ગ્રહાણ કર્યું છે. તેઓ 14 મે 2022નાં રોજ પોતાના પદ પરથી મુક્ત થશે. સુશીલ ચંદ્રાને લોકસભાની ચૂંટણી પહેલાં 14 ફેબ્રુઆરી, 2019નાં રોજ ચૂંટણી પંચમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

મમતા પર 24 કલાકનો પ્રતિબંધ મુક્યો હતો

CEC પદે સુનીલ અરોડા હતા ત્યારે તેઓએ પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી પર પ્રચાર-પ્રસાર કરવાને લઈને 24 કલાકનો પ્રતિબંધ મુક્યો હતો. મમતા બેનર્જી પર 12 એપ્રિલે રાત્રે 8 વાગ્યાથી 13 એપ્રિલ સુધી લગાડવામાં આવ્યો હતો. જેના વિરોધમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કોલકાતામાં ગાંધી મૂર્તિ સમક્ષ ધરણાં પર બેઠા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular