Tuesday, April 30, 2024
Homeદેશભારતભરમાં WhatsAppનું સર્વર થયું ડાઉન

ભારતભરમાં WhatsAppનું સર્વર થયું ડાઉન

- Advertisement -

પોપ્યુલર મેસેજિંગ એપ Whatsapp ડાઉન થઇ ગયું છે. ભારતમાં મોટાભાગનાં લોકો એપનો ઉપયોગ કરી શકતાં નથી. લોકોને મેસેજ મોકલવામાં થઇ રહી છે તકલીફ. Whatsapp ડાઉન થવાની ફરિયાદ લોકો ટ્વીટ પર કરી રહ્યાં.  Whatsapp પર મેસેજ સેન્ડ કરવા પર એરર આવી રહ્યું છે. લોકોનો ઇન્ટરનેટ બરાબર ચાલતું હોવા છતાં મેસેજ સેન્ડ થતાં નથી.  જેના પર ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર લોકો મિમ્સ શેર કરી રહ્યાં છે. આ સમસ્યાને લઇને Downdectectorને રિપોર્ટ કરવામાં આવી છે. ડિટેક્શન વેબસાઇટ downdetector એ જણાવ્યું કે વોટ્સએપ હજારો યૂઝર્સના ફોનમાં ચાલી રહ્યું નથી. આ એરર મોટા સિટીઝ જેવા કે અમદાવાદ, ગાંધીનગર, મુંબઇ, કોલકત્તામાં જોવા મળી રહ્યો છે.

WhatsApp નું સર્વર ડાઉન થવા મામલે META કંપનીના પ્રવક્તાનું નિવેદન: અમને ખ્યાલ છે કે ઘણા લોકોને મેસેજ મોકલવામાં તકલીફ પડી રહી છે, સુવિધાઓ રિસ્ટોર કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે વોટ્સએપનું ડેસ્કટોપ વર્ઝન whatsapp web પણ હાલમાં ડાઉન છે. કોઇ પણ પ્રકારનાં મેસેજની આપ-લે શક્ય નથી બની રહી. જો કે whatsapp તરફથી હજી સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. વોટ્સએપ સર્વિસ ઠપ થતાંની સાથે જ લોકોનો ટ્રાફિક ટ્વીટર તરફ વળ્યો છે અને લોકો #whatsappdown હેશટેગ વાપરી મિમ્સ વાયરલ કરી રહ્યાં છે.

વોટ્સએપની સર્વિસ બંધ થાય તેવો આ પહેલો કિસ્સો નથી. પહેલાં પણ Whatsapp ઘણીવાર ડાઉન ગયું છે. ગયાં વર્ષે ફેસબુક ડાઉન થવાને લીધે વોટ્સએપ પણ ડાઉન ગયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular