સુરતમાં કામરેજના ખોલવડ ગામની મહિલાઓનો બિસ્માર રસ્તાને લઇ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. મહિલાઓએ રસ્તા પર ઉતરી ગરબા ગાઈને વિરોધ નોંધાવ્યો છે. મહિલાઓએ જાતે ખાડા પુરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. લસકાણાથી ખોલવડને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી લોકોને બહું હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તાઓ બિસ્માર બનતા મહિલાઓએ ગરબા ગાઈ રોષ વ્યક્ત કર્યો હતો.ખોલવડ ગામની આસપાસની સોસાયટીઓમાં રહેતી મહિલાઓએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે. લસકાણાથી ખોલવડને જોડતો માર્ગ બિસ્માર બન્યા છે પરંતુ તંત્ર દ્વારા તેનું સમારકામ કરાવવા બાબતે ધ્યાન જતુ નથી માટે મહિલાઓએ રોડ પર ગરબા ગાઈ વિરોધ નોંધાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. રસ્તાઓની બિસ્માર હાલતથી મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને મહિલાઓ જાતે ખાડા પુરીને ઊંઘતા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે.થોડા સમય પહેલા પણ સુરતમાં નેશનલ હાઈવે પર બિસમાર રસ્તાને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો હતો તથા સુરતના હજીરા રોડ પર ખરાબ રોડ રસ્તાને લઇ અકસ્માતો થતા હોય છે, જે સમસ્યાને લઇ મંત્રી તથા ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં ચોમાસા બાદ પણ શહેરના રોડ રસ્તા બિસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે. સુરતભરના રસ્તાઓની હાલત દયનીય બની છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


