GUJARAT : સુરતમાં 109 ડાઈંગ યુનિટ સીલ કરાયા, ડ્રેનેજમાં છોડતા હતા કેમિકલયુકત પાણી

0
79
meetarticle

સુરતમાં કેમિકલયુક્ત પાણી છોડનાર સામે સુરત કોર્પોરેશને લાલ આંખ કરી છે, ડ્રેનેજમાં કેમિકલયુવક પાણી છોડતા 109 યુનિટ સીલ કર્યા છે, લિંબાયતમાં 103 અને વરાછામાં 6 યુનિટ સીલ કરાયા છે, તપેલા ડાઇંગ યુનિટો દ્વારા કેમિકલયુકત પાણી છોડાતું હોવાની વાત સામે આવી છે, ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડતા હતા અને આ વાત કોર્પોરેશનને ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી છે.


સુરત મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી પાલિકાની ડ્રેનેજ લાઈનોમાં છોડનારા સામેની કાર્યવાહી ગુરુવારે પણ જારી રહી હતી. જેમાં લિંબાયત ઝોનમાં 103 અને વરાછામાં 6 યુનિટોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. પાલિકાનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ શહેરના કેટલાક વિસ્તારોમાં ચાલતા તપેલા ડાઇંગ યુનિટો અને અન્ય એકમો દ્વારા વપરાશમાં લેવાતું પાણી કોઈ પણ ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજ લાઈનમાં છોડવામાં આવે છે. જે ખાડી દ્વારા નદીમાં પહોંચે છે અને જળપ્રદૂષણ ફેલાય છે.પાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી આવા એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં લિંબાયત ઝોન દ્વારા પણ અનેક યુનિટો સીલ કરાયા છે. ગુરુવારે લિંબાયત ઝોનની ટીમે ગિરિરાજ નગરમાં-18, ગોવિંદનગરમાં 8 રતનજીનગરમાં 10, સરદારનગરમાં મંગલાપાર્કમાં 30 યુનિટો સીલ કર્યા હતા. અત્યાર સુધી લિંબાયત ઝોનમાં કુલ 365 યુનિટો સીલ કરવામાં આવ્યા છે. જ્યારે વરાછા-એ ઝોન દ્વારા કાર્યવાહી દરમિયાન નરસિંહ મંદિરની ચાલ પાસે તેમજ ઉધરસભૈયાની ચાલમાં ચાલતા પાંચ ડાઈંગ એકમોને સીલ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here