ચાણોદ ખાતે નર્મદા ઓરસંગ માં ઘોડાપૂર આવતાં સુપ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ અડધો પૂર્ણ પ્રવાહ ગરક થઈ ગયો
નર્મદા નદીમાં ઘોડાપૂર ના પગલે સુપ્રસિદ્ધ મલ્હારાવઘાટ ખાતે નદી બે કાંઠે વહેતી જોવા શ્રદ્ધાળુ ઓનો ઘસારો
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં ચાણોદ કરનાળી નંદેરીયા ના ગામોને સાવચેત કરાયાં નદીમાં ન જવા નદી કાઠે ન જવા સાવધાન કરાય
ડભોઇ તાલુકાના ચાણોદ તીર્થ સ્થાન ખાતે નર્મદા-ઓરસંગ નદી રોદ્ર સ્વરૂપે ઘોડાપૂર આવતાં નદી બે કાંઠે વહેવા માંડી. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ને પગલે એમપીના બે ડેમ માંથી પાણી છોડાતાં સરદાર સરોવર નર્મદા ડેમ માંથી 10 જેટલાં દરવાજા ખુલ્લા કરી ૧.૩૬ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા નદીમાં ઘોડાપૂર આવતાં ગતરોજ થી ચાણોદ ખાતે પૂરના પાણી ચઢવાની શરૂઆત થઈ ગઈ હતી. આજે બપોર અડધો જેટલો મલ્હારાવ ઘાટ ખુલ્લો રહ્યો હતો બાકીનો ભાગ પૂરના પ્રવાહમાં ગરક થઈ ગયો હતો . આજરોજ ચાણોદ ખાતે સિંધી સમાજ જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ચાણોદ ખાતે આવેલ હોય તેઓએ શ્રાવણ માસમાં નર્મદા સ્નાન લાભ ઉઠાવ્યો હતો. ચાણોદ ની બી એન હાઇસ્કુલ ખાતે તેઓનું ધર્મ સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ધર્મગુરુ ના સંત સંમેલન માં સિંધી સમાજના જ્ઞાતિબંધો પધાર્યા હતા ધર્મગુરુ ના આશીર્વાદ મેળવ્યા હતા.
REPOTER : મુકેશ ખત્રી ચાણોદ


