ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા-ફરતા બે આરોપીઓને અંકલેશ્વરના સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસેથી ઝડપી પાડ્યા છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ, ભરૂચ LCBની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે કોસંબા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપીઓ મોહમ્મદ કલીમ ઉર્ફે બબલુ અહેસન ઉલ્લા કુરેશી અને સાહેબ આલમ મોહમ્મદ હનીફ કુરેશી અંકલેશ્વરમાં સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે હાજર છે.
આ બાતમીના આધારે, LCBની ટીમે તુરંત કાર્યવાહી કરી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેમને વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને કોસંબા પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવી છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


