કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આજરોજ દૂધ સાગર ડેરીના ચેરમેન અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ચેરમેનશ્રી અશોકભાઈ ચૌધરી અને પંથકમાં નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્યશ્રીઓના સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં પંચાયતી રાજ વિશેનો વર્કશોપ યોજાયો હતો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું, કે GMMFના ચેરમેનશ્રી અશોકભાઈ ચૌધરી તથા પંથકના નવનિયુક્ત સરપંચ-સદસ્યશ્રીઓનો હું દિલથી ધન્યવાદ આપું છું. મને વિચાર આવ્યો કે આ નવનિયુક્ત સરપંચ અને સદસ્યો દ્વારા ગામમાં સુખાકારી આવે તે માટે વર્કશોપ યોજવાનો વિચાર આવ્યો. આ વિચારને લીધે આજના વર્કશોપ જિલ્લાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓશ્રીઓ દ્વારા પંચાયતી રાજ અને ગામડાઓના વિકાસ માટેની રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપ ના લીધે સરપંચ શ્રી અને તેમની ટીમને ગામડાઓના વિકાસ માટેની રૂપરેખા બનાવવામાં અનુકૂળતા રહેશે. અને આ રૂપરેખા બનાવી તેના પર કાર્ય કરશો તો ચોક્કસ ગામડાઓનો વિકાસ થશે તેનો મને વિશ્વાસ છે. અહીં યોજવામાં આવેલા વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એક.પટેલ અને સિધ્ધપુર પ્રાંત અધિકારી શ્રી જય બારોટ દ્વારા વિકાસ ક્ષેત્રના પાયાની બાબતો વિશે તેમજ ગામડાનો કાયાપલટ કઈ રીતે કરવો તેના વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી. મને વિશ્વાસ છે કે આયોજન સાથે આગળ વધવામાં આવશે તો લાભ મળશે. જેના લીધે ગામડામાં રોજગાર, શિક્ષણ, આરોગ્ય વગેરે ક્ષેત્રેના વિકાસથી કોઈ વંચિત રહેશે નહીં.
કેબીનેટ મંત્રીશ્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે ૨૧મી સદી ભારતની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે 2047 સુધીનો મેપ બનાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં 2047 સુધીનો મેપ ગુજરાતે પણ બનાવ્યો છે. આ મેપ ના અનુસંધાને અહી સરપંચશ્રીઓને કહેવા માગું છું કે ભાવિ પેઢીને તૈયાર કરવાની વ્યવસ્થા આપને ભેગા મળીને કરશું. આપને સૌએ સાચી દિશા તરફ આગળ વધવા પ્રયત્ન કરવો જોઈએ. ચાલો આપણે ગામડાઓ વિકાસ કરીએ જેથી ગામડામાં રોજગારી મળી રહે તે માટે વિકાસના કામો માટે અગ્રેસર થઈએ.
ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે યોજાયેલ સેમિનારમાં GMMFના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજના પ્રસંગે વિશ્વાસ આપુ છું કે ખેડુતો અને પશુપાલકોના જીવનમાં બદલાવ આવે, તેઓના જીવનમાં ઉતરોતર વધારો આવે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ.પટેલે પૂર્ણ પંચાયતીલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. ઉપરાંત સિદ્ધપુર પ્રાંત અધિકારીશ્રી જય બારોટ દ્વારા સ્થાનિક સ્વરાજ્યનાં વર્કશોપ અંતર્ગત ચૂંટાયેલા સરપંચશ્રીઓ તેમજ સદસ્યોને પંચાયતી રાજ્ય વિશે માહિતી આપી હતી.
આ કાર્યકમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર, ઠાકોર, રાધનપુર ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચ-સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


