GUJARAT : મહેર સમાજમાં મૃતક પાછળ સામાજિક રીત રિવાજોમાં સુધારણાની પહેલ કરતો મટીયાણા વદર પરિવાર

0
75
meetarticle

પરમ પૂજ્ય લીરબાઈ આઈના ૧૫૦ માં નિર્વાણ દિવસે યોજાનાર માં લીરબાઈ આઈ મહોસ્તવ ૨૦૨૬ માં મહેર સમાજમાં સામાજિક રીત રિવાજોમાં સુધારા વધારા કરવા માટે શ્રી ઇન્ટરનેશનલ મહેલ સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સમાજમાં અમૂલ્ય સુધારા ક્રાંતિ લાવવાના ભાગરૂપે એક ઝુંબેશ ચલાવેલ
આ ઝુંબેશના ભાગરૂપે શ્રી ઇન્ટરનેશનલ મહેલ સુપ્રીમ દ્વારા એક ફોર્મ બહાર પાડવામાં આવેલ જેમાં મહેર જ્ઞાતિમાં સુધારણા ના ભાગરૂપે અનેક મુદ્દા સામેલ લખી મહેર સમાજ ને આ મુદ્દા ઉપર પોતાના મંતવ્ય ફોર્મ માં દર્શાવેલ અનેક સુધારણા દાયક મંતવ્ય સામે હા ના નો જવાબ આપવા માટે ટહેલ નાખવામાં આવેલ.

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના સમસ્ત મહેર સમાજ વતી જ્ઞાતિના સામાજિક રીત રિવાજોમાં સુધારા વધારા કરવા માટે જ્ઞાતિ સમક્ષ અભિપ્રયોગ માંગવામાં આવેલ છે
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના આ ઉમદા દાયક જ્ઞાતિ ના રીત રિવાજો માં સુધારણા કરવાના આશય નો અમલ થાય તે પહેલા માણાવદર તાલુકાના મટીયાણા ગામેના મહેર સમાજના વદર પરિવારે સૌપ્રથમ જ્ઞાતિમા મૃતક કરવામાં આવતા લૌકીક ક્રિયાઓમાં કરવામાં આવતા ખર્ચમાંથી બચત કરી મટીયાણા ગામે આવેલ સમાજને ઉપયોગી કાર્યમાં મૃતક પાછળ કરવામાં આવતો ખર્ચ બચાવી સમાજ સુધારણા ની પહેલ કરવામાં આવતા સમસ્ત મહેર સમાજે આ માણાવદર ના મટીયાણા ગામના આ વદર પરિવારની પહેલને આવકારી પ્રશંસા કરી છે
માણાવદર તાલુકાના મટીયાણા ગામ ખાતે મહેર સમાજના ૨૨ ઘર વદર પરિવારના વસવાટ કરતા આ વદર પરિવારના મોભી એવા સ્વર્ગસ્થ અર્જન ભાઈ ભીમાભાઇ વદર ગત.તારીખ ૨૪/૦૭/૨૫ ના રોજ મટીયાણા ગામમાં સ્વર્ગવાસ થયેલ ત્યારે તેમના પરિવારજનોએ પોતાના મોભી દિવંગતના સ્વર્ગવાસ પછી મહેર સમાજમાં કરવામાં આવતી લૌકીક ક્રિયાઓમાં પરિવર્તન લાવી ગામમાં જમણવાર અને મોટા ભજન ના કરવામાં આવતા ડાયરાના ખર્ચના સ્થાને ફક્ત કુટુંબ જમણવાર તથા શ્રીરામ શ્રીરામ જયજયરામ ના નામ લેવા રામધૂનનું આયોજન કરી પુણ્ય આત્માની શાંતિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ ઉમદા વિચાર અને સમાજ સુધારણા પરિવર્તન માટેનો દાખલો મહેર સમાજ માં સૌ પ્રથમ બેસડવા અંગેની માહિતી આપતા વદર પરિવારના રાજશીભાઈએ જણાવેલ કે અમારા ભીમાભાઇ કરશનભાઈ વદર પરિવારના મોભી સ્વર્ગસ્થ અરજનભાઈ ભીમાભાઇ વદર પરિવારે તેમના સ્વર્ગવાસ પછી તેમની પાછળ કરવામાં આવતી લૌકીક ક્રિયાઓમાં કરવામાં આવતા ખર્ચમાંથી બચત કરી મટીયાણા ખાતે સમાજને ઉપયોગી જય ચામુંડા માં મહેર સમાજ માં (૨૫ફૂટ ×૫૦ફૂટ) ના પતરા નો સેડ તૈયાર કરવામાં રૂપિયા એક લાખ (૧,૦૦,૦૦૦)નું અનુદાન આ વદર પરિવાર દ્વારા આપવામાં આવેલ છે.ત્યારે માણાવદર તાલુકાના મટીયાણા ગામના આ વદર પરીવારે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સમાજ સુધારણા ની મહેર સમાજ અમલ કરે એ પહેલા જ આ પરિવાર એ પહેલને અમલમાં મૂકી સૌ પ્રથમ મહેર સમાજમાં સામાજિક રીત રિવાજો માં અમૂલ્ય પરિવર્તન સુધારણા નો દાખલો બેસાડ્યો છે

રિપોર્ટર:- વિરમભાઇ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here