જેતપુર તાલુકાના આરબટીંબડી ગામના માથાભારે અને મારામારી, દારૂ વેચવો જુગાર જેવી પ્રવૃત્તિઓ ધરાવતા શખ્સ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેતપુર તાલુકા પોલીસ તથા રૂરલ એલસીબી પોલીસે અનેક ગુનાઓમાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ અટકાયત કરી સુરત લાજપોર જેલ હવાલે કર્યો હતો.
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવની સુચના મુજબ મારામારી, દારૂ, જુગારના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે જીલ્લાના પોલીસ વડા હિંમકરસિંહ ના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પોલીસ તથા એલસીબી પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપી ધર્મેશ ઉર્ફે ધમો બાવનજી મકવાણા (રહે. આરબ ટીંબડી ગામ શીતળામાની ધાર તા.જેતપુર) સામે પાસા એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
જિલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ નાઓને મોકલતા આ દરખાસ્ત મંજૂર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કર્યું હતું. ત્યાર બાદ તાલુકા પોલીસ અને એલસીબી પોલીસ ટીમે આરોપીની અટકાયત કરી હતી. આરોપીને પાસા વોરંટની બજવણી કરીને લાજપોર સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
REPOTER : (સુરેશ ભાલીયા જેતપુર)


