ભરૂચ : પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન: નગરપાલિકાની ‘માય થેલી’ ઇવેન્ટમાં સખી મંડળની બહેનો જૂના કપડાંમાંથી નિશુલ્ક થેલી બનાવે છે

0
146
meetarticle

ભરૂચ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ભરૂચ નગરપાલિકાએ એક અનોખી પહેલ કરી છે, જેનું નામ છે ‘માય થેલી’. આ પહેલ હેઠળ શહેરના નાગરિકો પોતાના જૂના કપડાં ભરૂચ નગરપાલિકાના સિવિક સેન્ટર પર લાવી શકે છે અને ત્યાં કાર્યરત સખી મંડળની બહેનો તેમાંથી તેમને નિઃશુલ્ક થેલી બનાવી આપશે. આ અભિયાન ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન (NULM) અને સ્વચ્છ ભારત મિશનના સહયોગથી ચલાવવામાં આવી રહ્યું છે.


આ પહેલના બે મુખ્ય ઉદ્દેશ્ય છે: એક, શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવી પર્યાવરણની રક્ષા કરવી અને બીજું, સખી મંડળની મહિલાઓને રોજગારી પૂરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવી. આ માટે નગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 13 મહિલાઓની પસંદગી કરી છે અને તેમને સીવણ મશીનો પૂરા પાડવામાં આવ્યા છે. આ મહિલાઓને દરરોજ ₹449 સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવે છે. આ આખો કાર્યક્રમ 31 ઓક્ટોબર, 2025 સુધી ચાલશે.
આ મહિલાઓ ગુરુવાર અને શુક્રવારે સવારે 10:30થી બપોરે 2 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી સિવિક સેન્ટર પર ઉપલબ્ધ રહેશે. નગરપાલિકાએ ભરૂચના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના જૂના કપડાં લાવીને આ અભિયાનમાં સહભાગી બને અને ભરૂચને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં મદદ કરે.

REPOTER : કેતન મહેતા, ભરૂચ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here