VADODARA : બિશ્નોઇ ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવાઅદાલતે વધુ ૯૦ દિવસનો સમય આપ્યો

0
73
meetarticle

ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતા દારુનો કારોબાર અટકવાની જગ્યાએ દિવસે દિવસે ફુલીફાલી રહ્યો છે ત્યારે દારુના ગેરકાયદેસરના કારોબારમાં સક્રિય બિશ્નોઇ ગેંગના ૧૩ આરોપીઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજસીટોક હેઠળ ગાંધીનગરમાં ગુનો દાખલ કર્યો હતો અને તે પૈકી આઠ આરોપીની ધરપકડ કરી હતી. હાલ આ તમામ આરોપીઓ જેલમાં છે ત્યારે તેમની સામે ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ ૯૦ દિવસના સમયની માંગણી કરવામાં આવતાં ન્યાયાધીશે તપાસ અધિકારીની અરજી મંજૂર કરી હતી.

ઉલ્લેખનીય છે કેસમગ્ર રાજ્યમાં વિદેશી દારુનો સપ્લાઇ કરવામાં બિશ્નોઇ ગેંગની સંડવણી સપાટી પર આવતા એસએમસીએ સંગઠીત ગેંગ બનાવી દારુનો ગેરકાયદેસરનો કારોબાર ચલાવતી બિશ્નોઇ ગેંગ સામે ગુજસીટોેક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં અત્યાર સુધીમાં ં આઠ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જે તમામ આરોપી હાલ જેલમાં છે જ્યારે ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપી હજી ફરાર છે.

જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની સામે  નિર્ધારીત ૯૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવી જરુરી હોઇ સરકાર તરફે સ્પેશ્ય સરકારી વકીલ રઘુવીર પંડયાએ ગુનાની હાલ તપાસ ચાલી રહી હોઇ ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ ૯૦ દિવસના સમયની માંગણી કરી હતી. તેમણે વધુમાં રજૂઆત કરી હતી કેગુનામાં સંડોવાયેલા પાંચ આરોપી હજી ફરાર છે. આરોપીઓના બેંક એકાઉન્ટ તેમજ તેમની જંગમ અને સ્થાવર મિલકતની હજી તપાસ ચાલી રહી છે.

આરોપીઓ સામે અગાઉ જે ગુના નોંધાયેલા છે તે ગુનાના તપાસ અધિકારીઓ વિવિધ શહેરમાં હાલ ફરજ બજાવી રહ્યાં હોવાના કારણે તેમના નિવેદન લેવાના બાકી છે ત્યારે વધુ ૯૦ દિવસનો સમય આપવામાં આવે. ન્યાયાધીશે સરકાર તરફે ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ સમયની જે માંગણી કરવામાં આવી હતી તે અરજી મંજૂર કરતા હવે તપાસ અધિકારીએ ડિસેમ્બર માસ સુધીમાં ચાર્જશીટ કરવાની રહેશે.

બિશ્નોઇ ગેંગના ૧૩ પૈકી પાંચ આરોપી હાલ વોન્ટેડ 

નિલેશ ઉર્ફે નીલુ ઉર્ફે ભયજી હરેશ નાથાણી

રવિ ઉર્ફે જીગો ચામડો ઠાકોરભાઇ માછી

રવિ નાઉમલ કુકડેજા

સુનીલ ભેલારામ બિશ્નોઇ

ઓમપ્રકાશ પુનારામ પંવાર

જગદીશ ઉર્ફે જે.ડી. પપુરામ સાહુ (બિશ્નોઇ)

સુરેશ ઉર્ફે રોહીત ક્રિશ્નારામ બિશ્નોઇ

છબીલનાથસિંહ ઉર્ફે પ્રદીપ રાજા કૌશલસિંહ રાજપૂત

અશોક પુનમરામ પવાર (બિશ્નોઇ) (ફરાર)

ઘેવરચંદ ભગીરથરામ બિશ્નોઇ (ફરાર)

નારાયણ ઉર્ફે રમેશ ભરમલજી બિશ્નોઇ (ફરાર)

ધવલ પુનમરમ બિશ્નોઇ (ફરાર)

 

શ્રવણકુમાર ક્રિષ્નારામ બિશ્નોઇ (ફરાર)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here