VADODARA : વાંદરાને કારણે રીક્ષાનો અકસ્માત: ત્રણ ઇજાગ્રસ્ત, પોલીસે ગુનો દાખલ કર્યો

0
68
meetarticle

વડોદરાના સાકરદા રોડ પર એક અસામાન્ય અકસ્માત બન્યો છે. રસ્તા પર અચાનક વાંદરો કૂદી પડવાને કારણે એક રીક્ષા પલટી ગઈ હતી, જેમાં ત્રણ મુસાફરોને ઈજા પહોંચી હતી. પોલીસે આ મામલે રીક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ ઘટના અંગે રણોલી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા રાજેશભાઈ ઝાલા મકવાણાએ પોલીસને જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગત તારીખ 1 ના રોજ તેઓ સાકરદાથી રણોલી નોકરી પર જઈ રહ્યા હતા. સાકરદાથી 600 મીટર દૂર પહોંચતા જ અચાનક એક વાંદરો રોડ પર કૂદી પડ્યો. વાંદરાને બચાવવા જતા રીક્ષાચાલક ઉપેન્દ્રભાઈ ગોહિલે (ફાજલપુર) સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો અને રીક્ષા પલટી ખાઈ ગઈ.

આ અકસ્માતમાં રાજેશભાઈ ઝાલા, વાસદના સોનલબેન માછી અને રીક્ષાચાલક ઉપેન્દ્રભાઈને ઈજા થઈ હતી. આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનાની નોંધ લઈને રીક્ષાચાલક ઉપેન્દ્રભાઈ ગોહિલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here