વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ નિમિત્તે છોટાઉદેપુર ખાતે વિશિષ્ટ રૂપે ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે યોજાનાર આ કેમ્પમાં સ્થાનિક યુવાનો તથા વિવિધ સંસ્થાઓના સભ્યો દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું.
આવતીકાલે રક્ષાબંધનનો પાવન તહેવાર હોવાથી અગાઉથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેથી દર્દીઓને જરૂરી સમયે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય. કેમ્પ દરમિયાન ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા યોગ્ય વ્યવસ્થા અને તબીબી તપાસ બાદ રક્તદાતાઓનું રક્ત સ્વીકારવામાં આવ્યું.
આ કાર્યક્રમ દ્વારા યુવાવર્ગમાં સમાજસેવાનો ભાવ વધે તેમજ આવિર્ભાવ પર્વને લોકહિતના કાર્યો સાથે જોડીને ઉજવવાનો ઉદ્દેશ સાકાર થયો છે.
રિપોર્ટર : રફાકત ખત્રી બોડેલી


