સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ અને ભરત દેવડા અને એમની ટીમ દ્વારા સુરતમાં “એક સામ રિયલ એસ્ટેટ કે નામ” નામના પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે તે ત્રીજા ગાયન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય આ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ડેવલપર્સ, પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ અને બ્રોકર્સને એકસાથે લાવવાનો હતો. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે જવાહર ડોડાની જી અમેરિકા થી આવ્યા હતા
જેમને અમેરિકા મા લેન્ડ ગુરુ તરીકે પ્રખ્યાત નામ ધરાવે છે જે આજે ઇવેન્ટ મા મુખ્ય વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યયા હતા અને એ સિવાઈ સ્પેશિયલ ગેસ્ટ મહેમાન તરીકે સુરત ના પ્રખ્યાત રિયલ એસ્ટેટ બિઝનેસ ક્ષેત્ર ના જાણીતા નામો પરેશ પટેલ મનોજ અગ્રવાલ ધર્મેશ ઝેઠવા ચેતન અનટાલા અશોક ઠકકર હરીસ ડોલટાની શૈલેષ ઠક્કર હરેનડર સરોફ વિકાસ જેન રાજેશ પટેલ આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા,
જેનાથી કાર્યક્રમની પ્રતિષ્ઠા વધી ગઈ. અન્ય નોંધપાત્ર હાજરીમાં વિનોદ રાઠોડ (વાસ્તુ શાસ્ત્રી), રાજીવ ખત્રી, શૈલેષ જોષી અને સમાવેશ થાય છે. સુરતના રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં તેમના યોગદાનને માન્યતા આપતા, આ વ્યક્તિઓને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમે માત્ર પ્રતિભાની ઉજવણી જ નહીં પરંતુ સમુદાયમાં વ્યાવસાયિક સંબંધોને પણ મજબૂત બનાવ્યા હતા આ કાર્યક્રમમાં રીઅલ એસ્ટેટ ઉદ્યોગ ના 25 સહભાગીઓની પ્રતિભા દર્શાવવામાં આવી હતી, જેમણે બોલીવૂડ ના હિન્દી ફિલ્મના ગીતો ગાય રજૂ કર્યા હતા, દરેક ભાગીદારો અને વિજય થયેલ ભાઈઓ એવોર્ડ અને ગિફ્ટ આપીને સમ્માનિત કરાયા હતા લગભગ 400 લોકોની હાજરી સાથે, આ કાર્યક્રમ સુરત માટે એક મહત્વપૂર્ણ ત્રીજૌ કાર્યક્રમ હતો, જે રિયલ એસ્ટેટ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિના આંતરછેદને પ્રકાશિત કરે છે. પ્રતિભાની ઉજવણી ઉપરાંત, આ કાર્યક્રમે સ્થાનિક રિયલ એસ્ટેટ સમુદાયમાં વ્યાવસાયિક સંબંધોને પ્રોત્સાહન અને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ટુક સમય મા કાર્યક્રમ લાવી રહ્યા છે
આવનારા સમય મા સુરત ના રીયલ એસ્ટેટ ક્ષેત્ર મા ફેશન સો નુ આયોજન કરવા જય રહ્યા છે આજના મોડર્ન જમાના મા રીયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલોપર્સ ભાઈઓ કેવા સ્માર્ટ દેખાવુ જોઈએ તેના પર ઇવેન્ટ હશે
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત



