ડભોઇ નાદોદી ભાગોળ લાલા ટોપલી વાવ પાસેથી વન વિભાગ ના કર્મચારીઓ દ્વારા અજગરના 24 બચ્ચા ઝડપી પાડ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કેચોમાસા દરમિયાન અજગર પોતાના બચ્ચાઓનો જન્મ આપતું હોય છે… ડભોઇ નાદોદી ભાગોળ પાસે આવેલ નર્મદા કેનાલ નજીક લાલા ટોપલી ની વાવ પાસેથી ડભોઇ વન વિભાગના અધિકારીઓએ 24 બચાઓનું રેસક્યુ કરીને તેઓને બચાવી લીધા હતા સુમશામ જગ્યા પર અજગર પોતાનો વસવાટ કરતા હોય છે
ચોમાસા દરમિયાન પોતાના અંડા મુકી ત્યારબાદ પોતાના એક એક કરીને ઈંડા ફોડતા હોય છે ત્યારબાદ અજગર ના એક સાથે 24 બચ્ચાને જન્મ આપ્યો હતો ડભોઇ વન વિભાગના જાણ થતા ડભોઇ વન વિભાગ બે કલાકની જહેમત બાદ બચ્ચાઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા 24 અજગરના બચ્ચાને વન વિભાગ કચેરી લાવવામાં આવ્યા હતા વન વિભાગના અધિકારીઓ દ્વારા તેને સહી સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવશે નું વન વિભાગના અધિકારી કલ્યાણીબેને જણાવ્યું હતું. વન વિભાગના બારોટ અને કાજલબેન તેઓની ટીમ દ્વારા સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી…
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


