કાયાવરોહણ તીર્થની મુલાકાતઅનેલકુલીશજી મહાદેવના દર્શન પૂજન કરવાથી કાશીની યાત્રાનું ફળ મળતી હોવાની શિવ ભક્તોમાં રહેલી છે શ્રદ્ધાવડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના યાત્રાધામ કાયાવરોહણ ગામ એટલે કે સૈકાઓ પહેલા નું ધાર્મિક સ્થાન અહિયા સંખ્યાબંધ દેવી- દેવતાના આશીર્વાદ સમાન દેવસ્થાનો અને ખાસ કરીને સુપ્રસિધ્ધ ભગવાન શ્રી લકુલીશ નું મંદિર આવેલું છે.
જેમ સુરતનું જમણ અને કાશીનું મરણ તેવી એક કહેવત જાણીતી છે તે મુજબ ઉત્તરમાં આવેલા કાશી તીર્થની મુલાકાત નો અવસર નહીં લઈ શકતા ભાવિકો લકુલેશજી મહાદેવજી ની શ્રદ્ધાપૂર્વક મુલાકાત લઇ કાશીતીર્થ ની મુલાકાત લીધા સમાન ધન્યતા પામે છે ડભોઇ તાલુકામાં આવેલું કાયાવરોહણ તીર્થ ગુજરાતના કાશી તરીકે વિખ્યાત છે ધાર્મિક માન્યતા અને મળતી વિગત મુજબ મુજબ સતયુગમાં ઈચ્છાપુરી કાયાવરોહણને કહેવામાં આવતું હતું. ત્રેતાયુગમાં માયાપુરી તરીકે, દ્રાપર યુગમાં મેથાવતી અને કળીયુગમાં કાયાવરોહણ તરીકે ઓળખાય છે. જે ભારતના ૬૮ મહત્વના તીર્થોમાં કાયાવરોહણની ગણના થાય છે.ગાયત્રી મંત્રનો જાપ, રામ મંત્રનો જાપ, પંચાક્ષર મંત્ર, ઓમ નમઃ શિવાયનો નિરંતર જાપ કરીએ તેવા તમામ ભક્તજનોને ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છેઆશ. શૈવ એ ભગવાન શંકરનું આઠમું નામ છે જેથી જ્યોતિલિંગ પણ છેત્યારે આવા પૌરાણિક મહત્વ ધરાવતા અને ભક્તોને મનોવાંશિક ફળ આપનારા લકુલીશજી મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણના બીજા સોમવાર ને અનુલક્ષી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરના વિશાળ સંકુલમાં પધારી ભોળાનાથના દર્શન સાથે સુંદર રમણીય સ્થળની મુલાકાત લઈ ધન્યતા અનુભવી રહ્યા છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


