ભારત સરકારના નાણા મંત્રાલયના સંતૃપ્તિ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર રિજિયન ની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ડેમોલ શાખામાં ગ્રામ પંચાયત કક્ષાએ વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું .
આ શિબિરમાં સામાજિક સુરક્ષા યોજનાઓ, રી-કેવાયસી અને નાણાકીય સમાવેશને લગતા વિવિધ વિષયો પર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે રિજનલ હેડ શ્રી ચંદન કુમાર અને ઝોનલ હેડ શ્રીમતી કવિતા ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી જનરલ મેનેજર સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી ગુજરાત ના સુશ્રી વીણા શાહ, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી જગદીશ પાટીલ, સાયબર સિક્યુરીટીના શ્રી રાજેશજી, લીડ બેંક ઓફિસના શ્રી નીરજજી, સરપંચ હેતલ બિન, નાયબ સરપંચ હિરલ બેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


