મહેસાણામાં દૂધસાગર ડેરી ખાતે 65મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ દૂધના ભાવફેર કરની જાહેરાત કરી હતી. દૂધસાગર ડેરી સાથે જોડાયલા પશુપાલકોને 437 કરોડ ભાવફેર વહેંચવામાં આવશે તેવી તેમણે જાહેરાત કરી હતી. સાધારણ સભામાં શેર ડિવિડન્ડ મંડળીઓને 10 ટકા આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
શેર ડિવિડન્ડ મંડળીઓને 10 ટકા આપવાનો નિર્ણય
મહેસાણા દૂધસાગર ડેરીની સાધારણ સભા ચેરમેને જણાવ્યું હતું કે, ભાવફેરની જાહેરાતની સાથે સાથે પશુપાલકોને 437 કરોડ ભાવફેર વહેચવામાં આવશે અને શેર ડિવિડન્ડ મંડળીઓને 10 ટકા આપવાનો નિર્ણય પણ લેવાયો છે. દૂધ,દહીં અને છાસના વેચાણમાં ધરખમ વધારો કરવામાં આવશે, ડેરીનું વાર્ષિક ટનઓવર 8,054 કરોડ નોંધાયું છે જેથી ડેરીની મિલકતમાં 750 કરોડનો વધારો થયો છે. પશુપાલકોના દૂધના ભાવમાં વધારાની કરી જાહેરાત કરતાં ખેડૂતોને વધૂ લાભ થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
ટર્ન ઓવર 8,054 કરોડ પહોંચ્યું
અહીંયા ઉલ્લેખનીય છે કે, પશુપાલકોને રૂપિયા 437 કરોડ ભાવ ફેર વધારો વહેંચવામાં આવશે તેવી ચેરમેને જાહેરાત કરી છે. શેર ડિવિડન્ડ મંડળીઓને 10 ટકા આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, દૂધસાગર ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 8,054 કરોડ પહોંચ્યું છે.


