BHARUCH : હિંસા પીડિત મહિલાઓ માટે ‘સખી વન સ્ટોપ સેન્ટર’ના ૬ વર્ષ પૂર્ણ, જાગૃતિ માટે નવીન વાનનું લોકાર્પણ

0
56
meetarticle

ભરૂચ: મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભરૂચના સંચાલન હેઠળ કાર્યરત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ દ્વારા હિંસા પીડિત મહિલાઓને મદદ કરવાનાં સફળ ૬ વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મહિલાઓમાં વિવિધ યોજનાઓ અંગે વધુ જાગૃતિ ફેલાવવા અને જરૂરિયાતમંદ મહિલાઓ સુધી પહોંચવા માટે એક નવીન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ સખી વન સ્ટોપ સેન્ટર હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે ૨૪ કલાક કાર્યરત એકમાત્ર સ્થળ છે, જે તેમને સમાધાન અને સહાય પૂરી પાડે છે. આ સેન્ટરનાં ૬ વર્ષ પૂર્ણ થતા, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ખાસ જાગૃતિ હેતુ આ વાન ફાળવવામાં આવી છે. આ વાન દ્વારા ગામડાઓ અને દૂરનાં વિસ્તારોમાં મહિલાલક્ષી યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવશે.

આ ઉદઘાટન પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરાબેન, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રીતેશભાઈ, અને ફિલ્ડ ઓફિસર કલ્પેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટરનો સમગ્ર સ્ટાફ પણ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. આ નવીન પહેલથી વધુને વધુ મહિલાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડી શકાશે અને તેમને સશક્ત બનાવવામાં મદદ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here