GUJARAT : દ્વિતીય શ્રાવણ સોમવારને લઈ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ

0
55
meetarticle

પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી. સમગ્ર મંદિર પ્રાંગણમાં શ્રદ્ધાળુઓની ભાવભીની હાજરી જોવા મળી હતી, જ્યાં ભક્તો દૂર દૂરથી જળ કાવડયાત્રા સ્વરૂપે પુષ્પો, બિલ્વપત્ર અને પવિત્ર જળ લઈ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધાર્યા હતા.

પહેલા શ્રાવણ સોમવારે મહાદેવને શ્વેત પુષ્પો તથા ગુલાબના હારોથી શણગારવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ બિલ્વપત્રો અને રંગબેરંગી પુષ્પોથી કરવામાં આવેલા અલૌકિક શૃંગારના દર્શને ભક્તો ધન્યતા અનુભવતા હતાં.

આરતી દરમિયાન ભરૂચથી પગપાળા નર્મદા માતાનું પવિત્ર જળ લઈને યુવાનો મહાદેવના અભિષેક માટે પધાર્યા હતા. પવિત્ર નર્મદાજળથી મહાદેવનો અભિષેક કરી તેમણે આધ્યાત્મિક તૃપ્તિ અને ભક્તિની અનુભવી હતી.

શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે ભક્તોની શ્રદ્ધા અને ભક્તિભરી ઉમંગભેર હાજરી સોમનાથ મહાદેવના દિવ્યતાને વધુ ઉજાગર કરે છે.

REPOTER : દિપક જોષી દ્વારા પ્રાચી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here