સમગ્ર ગુજરાત રાજ્યમાં મોબાઈલ ગુમ થવા ,ચોરાઈ જવા ના કિસ્સામાં ચિંતાજનક ઉછાળો જોવા મળે છે. ત્યારે બીજી બાજુ પોલીસ પણ બાજ નજર રાખી મોબાઈલ ચોરને પકડી પાડી તેની પાસેથી મોબાઇલ રિકવર કરવા યા ગુમ મોબાઈલ શોધી કાઢવની ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવી છે તેમજ ચોરીમાં ગયેલ યા ગુમ મોબાઈલ શોધી કાઢી અને પોલીસ ” તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત પણ આપવામાં આવતા આવી પોલીસની કામગીરીની લોકો પ્રસંશા પણ કરે છે.
આવો જ માધવપુર પોલીસ દ્વારા રૂપિયા ૮૩, ૪૭૬ ના છ મોબાઈલ શોધી કાઢી “તેરા તુજકો અર્પણ ” અંતર્ગત મુળ માલિકોને પરત આપતા પોલીસની કામગીરીને બીરદાવી માલિકો દ્વારા આભારની લાગણીઓ વ્યક્ત કરેલ.
જુનાગઢ રેંજના પોલીસ મહાન નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં ચોરી /ગુમ થયેલા મોબાઇલ શોધી કાઢવા કડક સૂચનાઓ સુચના આપેલ
જે સૂચના અન્વયે ગ્રામ્ય રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાનાઓની સુચના તેમના સચોટ માર્ગદર્શન માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી /ગુમ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના કરેલ.
જે સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે એન ઠાકરીયાનાઓ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસને સ્ટાફના માણસો માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ગોમ પૂરી થયેલ શોધી કાઢવા ટીમો તપાસમાં હતી. ટીમ દ્વારા હ્યુમન રિસોર્સીસ તથા ટેક્નિકલ સોર્સ ના “CEIR” પોર્ટલ નો ઉપયોગ કરી “CEIR” પોર્ટલમાં સતત મોનીટરીંગ કરી મોબાઈલ ફોન ને ટ્રેકિંગ માં મૂકી મોબાઈલ ફોન ટ્રેશ કરી કુલ ૬ મોબાઈલ ફોન જેની કિંમત ૮૩, ૪૭૬ ના shodhee/રિકવર કરી અને “તેરા તુજકો અપર્ણ ” કાર્યક્રમ અંતર્ગત મુળ માલિકને પરત સોંપી પ્રસંશનીય કામગીરી કરી ” પોલીસ પ્રજાનો મિત્ર ” છે તે સૂત્રને સાર્થક કરેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી માં પોલીસ ઇન્સ્પેક્ટર કે એન ઠાકરીયાનાઓ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી.ચુડાસમા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ વિરમભાઇ તથા અશોકભાઈ માલદેભાઇ તથા ચંદ્રેશભાઈ હાજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ માનસિંહ ભાઈ તથા ધર્મેશભાઈ વાળા તથા રાહુલભાઈ રામજીભાઈ એ રીતના પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


