પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે સંસદીય દળની બેઠક મળી. જેમાં પીએમ મોદીની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ અને જેપી નડ્ડા પણ હાજર રહ્યા. એનડીએની બેઠક સંસદ ભવનમાં આયોજિત કરવામાં આવી છે. આ બેઠકમાં પીએમ મોદીનું ઓપરેશન સિંદૂરની સફળતાને લઇને સફળ નેતૃત્વ બદલ સન્માન કરવામાં આવ્યું. બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષ પર ધારદાર પ્રહારો કર્યા.
વિપક્ષે ભૂલ કરી..
પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષે ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માગ કરીને ભૂલ કરી. તેઓ શરમજનક સ્થિતિમાં મુકાયા. પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષે દરરોજ આવી ચર્ચાઓ કરવી જોઈએ. આ આપણું મેદાન છે. આ મેદાનમાં ભગવાન મારી સાથે છે. આવી ચર્ચાઓની માંગણી કરીને વિપક્ષે પોતાના પગ પર કુહાડી મારી છે.
આ બેલ મુજે માર જેવી વાત થઇ..
પીએમ મોદીએ રાહુલગાંધીએ કરેલી સેના અંગેની ટિપ્પમી પર સુપ્રીમ કોર્ટના અવલોકન પર પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ અંગે અમે શું કહીએ. જે કહેવાનું હતું કે સુપ્રીમ કોર્ટે કહ્યું. આ તો આ બેલ મુજે માર જેવી વાત થઇ.. આનાથી મોટી કોઇ ફટકાર હોઇ જ ન શકે, જે સુપ્રીમ કોર્ટે ગઇકાલે રાહુલ ગાંધીને લગાવી છે.
ગૃહમંત્રીના કર્યા વખાણ
આ સાથે જ પીએમ મોદીએ એનડીએ સાંસદોને તિરંગા યાત્રા, રમત ગમત દિવસ પર થનારા કાર્યક્રમોમાં આગળ આવીને ભાગ લેવા અપીલ કરી તેમજ સંસદીય ક્ષેત્રોમાં આ કાર્યક્રમ સફળ બનાવવા કહ્યું. તેમણે ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા અને કહ્યું કે એલ.કે અડવાણી પછી અમિત શાહ સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી પદ પર બેઠા છે. આ તો હજી શરૂઆત છે.


