ભારતીય ક્રિકેટ ટીમે પાંચમી ટેસ્ટ મેચમાં રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું. આ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજે ભારત માટે શાનદાર બોલિંગ કરી અને ભારત માટે સૌથી મોટા હીરો સાબિત થયા. મેચ જીત્યા બાદ ભારતીય ટીમે સિરીઝ 2-2 થી બરાબર
પહેલી વાર ભારતે 10 રનથી ઓછા અંતરે ટેસ્ટ મેચ જીતી
ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં 6 રનથી જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. આ ભારતનો ટેસ્ટમાં સૌથી ઓછા રનથી વિજય છે. આ પહેલી વાર છે જ્યારે ભારતે 10 રનથી ઓછા રનથી ટેસ્ટ મેચ જીતી છે. આ પહેલા ટીમ ઈન્ડિયા આ કરી શકી ન હતી.
શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે એક સુવર્ણ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા 2004 માં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની મેચ 13 રનથી જીતી હતી, જે ટેસ્ટમાં સૌથી ઓછા રનથી તેની જીત હતી. ટીમે તે રેકોર્ડ તોડ્યો છે.
મોહમ્મદ સિરાજે લીધી 5 વિકેટ
પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 367 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 વિકેટ લીધી હતી. આ 2 બોલર્સને કારણે ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને હેરી બ્રુકે બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. પરંતુ આ ખેલાડીઓ ટીમને જીત અપાવી શક્યા ન હતા.
ટીમ ઈન્ડિયાએ સિરીઝ કરી બરાબરી
ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભારતે બીજી ટેસ્ટ મેચમાં 336 રન સાથે વાપસી કરી અને સિરીઝ 1-1 થી બરાબર કરી. ત્યારબાદ ભારતીય ટીમ પાસે ત્રીજી ટેસ્ટમાં જીતવાની સંપૂર્ણ તક હતી, પરંતુ અંતે ઈંગ્લેન્ડ જીતી ગયું અને તે 22 રનથી હારી ગયું. ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી. હવે પાંચમી ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ 6 રનથી જીત મેળવી અને સિરીઝ 2-2 થી બરાબર કરી.


