ડભોઈ શહેર-તાલુકાના કોંગ્રેસ પ્રમુખોની નિમણૂક માટે નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયા ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ ની નિમણૂક માટે ડભોઈ વિધાનસભા મત વિસ્તાર ના નિરીક્ષકો એ સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો 5 અને હોદ્દેદારો ની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં પ્રમુખના બન દાવેદાર ઉમેદવારોના ફોર્મ ન ભરાવી તેમાં ટેકેદારોની સહીઓ – કરાવી પસંદગી પ્રક્રિયા હાથ ધરી ન હતી.
ડભોઈ શહેર અને તાલુકાના કોંગ્રેસ પ્રમુખ પદે કોંગ્રેસ પાર્ટીના સક્રિય કાર્યકરો પૈકી પ્રમુખ બનવા ઈચ્છતા ઉમેદવારો ને નિરીક્ષકો એ ઉમેદવારી ફોર્મ ભરાવ્યા હતા. જે તે ઉમેદવારના ફોર્મની 1 પાછળ ટેકેદારોની સહીઓ 1 કરાવી પ્રમુખ બનાવવાની સેન્સ પ્રક્રિયા નિરીક્ષકોએ હાથ ધરીહતી.જેમાં ડભોઈ શહેર માંથી સતિષભાઈ રાવલ પ્રમુખ પદના મજબૂત દાવેદાર રહ્યા હતા. જ્યારે તાલુકા માંથી સુધીર ભાઈ બારોટ, નિલેશભાઈ રાઠોડ અને કુલદીપસિંહ રાજ એ દાવેદારી કરી હતી. જ્યારે ડભોઈ વિધાનસભા મતવિસ્તારના નિરીક્ષકોમાં પ્રભારી તરીકે ભરતભાઈ મકવાણા, રાજેન્દ્રસિંહ પરમાર, જીલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયાર અને કૃષ્ણપાલભાઈ મકવાણા સુભાષભાઈ ભોજવાણી પલ્લાદભાઈ પટેલ વડજ દિલીપભાઈ પટેલ કુંઢેલા ઐયુબભાઈ મન્સૂરી ગોપાલભાઈ જીનવાલા ઉપસ્થિત રહી સેન્સ પ્રક્રિયા હાથ ધરી પ્રમુખોની નિમણૂક માટે ની કવાયત હાથ ધરી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


