GANDHINAGAR : માજી સૈનિકોની વિધાનસભા તરફ કૂચ, પોલીસે અટકાવ્યા

0
84
meetarticle

ગાંધીનગરમાં માજી સૈનિકોની પડતર માંગણીઓને લઈને ચાલતું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. એક અઠવાડિયા કરતા વધુ સમયથી આંદોલન ચલાવી રહેલા માજી સૈનિકોએ આજે રેલી સ્વરૂપે વિધાનસભા તરફ કૂચ કરી હતી. પરંતુ પોલીસે તેમને બસ સ્ટેશન પાસે જ અટકાવી દીધા હતા. માજી સૈનિકો સરકારી ભરતીમાં અનામત બેઠકો સહિતની તેમની વિવિધ પડતર માંગણીઓ માટે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા હતા.

અગાઉ કરેલી રજૂઆતોનો કોઈ નક્કર ઉકેલ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો

માજી સૈનિકોનો મુખ્ય મુદ્દો એ હતો કે તેમના માટે અનામત રાખવામાં આવેલી બેઠકો અન્ય કોઈ કેટેગરીમાં ફાળવવામાં ન આવે. આ અંગે તેમણે અગાઉ સરકારને રજૂઆતો પણ કરી હતી. પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવતા તેઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. આજે સવારે માજી સૈનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે વિધાનસભા તરફ આગળ વધી રહ્યા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો.

માજી સૈનિકોએ સરકારને આપી ચેતવણી, માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવશે

ગાંધીનગર બસ સ્ટેશન પાસે પોલીસે આ રેલીને અટકાવી દીધી હતી અને માજી સૈનિકોને આગળ વધતા રોક્યા હતા. આ મામલે પોલીસ અને માજી સૈનિકો વચ્ચે થોડી તંગદિલી પણ જોવા મળી હતી. માજી સૈનિકોએ સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ તેમનું આંદોલન વધુ ઉગ્ર બનાવશે. હવે જોવું એ રહ્યું કે સરકાર આ મામલે કેવું વલણ અપનાવે છે અને માજી સૈનિકોની માંગણીઓનો ક્યારે ઉકેલ લાવવામાં આવે છે

 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here