GANDHINAGAR : ખાતરમાં ગેરરીતિ કરનારાના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કૃષી મંત્રીની જાહેરાત

0
76
meetarticle

રાજ્યમાં ખાતરના વેચાણમાં થયેઇ રહેલી ગરબડી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ખાતરના વેચાણમાં જે ગેરરીતિ થઇ છે તે બાબતે તપાસ શરુ કરાઇ છે અને જવાબદારો સામે કડક પગલાં ભરાશે. તેમણે એમ પણ કહ્યું કે તપાસમાં જે પણ તથ્ય હશે તે સામે આવશે

રાજ્યના 10 જિલ્લામાં ખાતરની કાળાબજારી

રાજ્યમાં ખાતરના વેચાણમાં ગેરરીતિ થઇ હોવાનો પર્ફાફાશ થયો છે. રાજ્યના 10 જિલ્લામાં ખાતરની કાળાબજારી થઇ હોવાનું બહાર આવ્યું હતું અને માર્ચ અને એપ્રીલ માસમાં ખાતર વેચાયું હોવાનું જણાયું હતું. જામનગર અને ભાવનગરના 2 વિક્રેતાઓને તો સરકાર દ્વારા નોટિસ આપીને વેચાણ બંધ કરવાની સૂચના આપી હતી.

સરકારે તપાસ સોંપી

સરકારે ખાતરમાં થયેલી ગેરરીતિ મામલે આઇએએસ અધિકારી વિજય ખરાડીને આ મામલે બે દિવસ પહેલા તપાસ પણ સોંપી હતી. તેઓ સમગ્ર કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.

જવાબદારો હશે તેની સામે કડક તપાસ

દરમિયાન કૃષી મંત્રી રાઘવજી પટેલે આજે કહ્યું હતું કે ખાતરમાં થયેલી ગેરરીતિ મામલે તપાસ ચાલી રહી છે અને તથ્યોના આધારે જે પણ જવાબદારો હશે તેની સામે કડક તપાસ કરવામાં આવશે.

એજન્સીઓના લાયસન્સ સસ્પેન્ડ કરાશે

તેમણે એમ પણ કહ્યું કે જવાબદારો સામે કાયદાકીય પગલા ભરાશે તથા ગેરરીતિ કરતી એજન્સીઓના લાયસન્સ સસ્પેન્ડ કરાશે. તેમણે કહ્યું હતું કે ગેરરીતિ કરનારને સરકાર ક્યારેય છોડશે નહી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here