જૂનાગઢના કેશોદમાં સાસરીયાના ત્રાસના કારણે યુવકે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, મૃતકના પિતાએ પત્ની અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે, મૃતક યુવક પાસે વારંવાર રૂપિયા માંગતા હતા સાસરીપક્ષના લોકો અને માર મારવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી છે, ત્યારે પોલીસની તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું.
કેશોદના અગતરાય ગામમાં યુવકે જીવન ટૂંકાવ્યું
કેશોદના અગતરાય ગામમાં યુવકે આપઘાત કર્યો છે, મૃતકના પિતાએ ત્રણ લોકો સામે નોંધાવી ફરિયાદ અને પત્ની, સસરા સહિતે યુવકને મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ છે, સાસરિયાઓએ રૂ.10 લાખની જમાઈ સાથે માગ કરી હતી અને તેના કારણે ઝઘડા ચાલતા હતા, તો જમાઈએ રૂપિયા ના આપતા તેમને ઢોર માર મારવામાં આવ્યો હોવાની પણ વાત સામે આવી છે, યુવકે એસિડ પીને આપઘાત કર્યો છે અને પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
કેશોદમાં સાસરિયાના ત્રાસથી યુવાનનો આપઘાત
મૃતકના પિતાએ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, મૃતક યુવાનની પત્ની રીસાણી અને તેના સમાધાન માટે રૂ 10 લાખની માંગણી કરી હોવાની વાત સામે આવી છે, મૃતકે રૂપિયા ના આપતા તેને માર મારવામાં આવ્યો હતો, કેશોદ પોલીસે સ્યુસાઈડ નોટ પણ જપ્ત કરી છે અને યુવકનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, સાસરી પક્ષના લોકો ત્રાસ આપતા હતા, પોલીસે સ્યુસાઈડ નોટના આધારે ગુનો નોંધ્યો છે અને મૃતકની પત્ની અને તેના પિતાનું નિવેદન લીધુ છે.


