કચ્છના સામખિયાળી પાસે 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 10 કિમી સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. ટ્રાફિક જામને હળવો કરવાના પ્રયાસો પોલીસ દ્વારા શરુ કરાયા છે ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અટવાઇ ગયા છે.
એક જ લેન પર આ અકસ્માત
કચ્છના સામખિયાળી પાસે 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. એક જ લેન પર આ અકસ્માત સર્જાતા પાછળ આવી રહેલા વાહનો અટવાઇ ગયા હતા
સામખિયાળીના બંને હાઇવે પર ટ્રાફિકજામ
અકસ્માતના પગલે સામખિયાળીના બંને હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો છે. ખાસ તો સામખિયાળી રાધનપુર, માળીયા હાઇવે પર જામ સર્જાતા વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.
પોલીસ દ્વારા ટ્રાફિક જામને હળવો કરવાના પ્રયત્નો
ઘટનાની જાણ થતાં પોલીસ હાલ સ્થળ પર પહોંચી છે અને ચાલકને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. બંને હાઇવે પર અંદાજે 10 કિમી જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે જેના કારણે વાહન ચાલકો છેલ્લા એક કલાકથી અટવાઇ ગયા છે. પોલીસ દ્વારા ટ્રાફિક જામને હળવો કરવાના પ્રયત્નો શરુ કરી દેવાયા છે.


