રાજકોટ શહેરમાં ખેડૂત આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકીય કારકિર્દીના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમની રાજકીય કારકિર્દી અંગે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં રાજકોટના મેયર સહિત નેતાઓ હાજર રહ્યા હતો. પોતાની રાજકીય કેરિયર તરીકે કારકિર્દીને ઉજ્વળ ગણાવી છે.
પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકીય કારકિર્દીના 50 વર્ષ પૂર્ણ
મેયર તરીકે જાહેર થયેલા છતાં પદ ન સ્વીકારી વજુભાઈ વાળા મેયર બન્યા અને પોતે ડેપ્યુટ મેયર તરીકે કાર્યરત રહ્યા હતા. પાર્ટીના આગેવાન તરીકે મારી અવગણના નથી થતી, મારું સન્માન થતું જ રહે છે. રાજકોટ ભાજપમાં વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે મુદ્દે પૂર્વ MLAનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટી મોટી થાય ત્યારે વાસણ ખખડે, મેં નહીં તું ની ભાવના કેળવવી જોઈએ, નિરાશ થાઓ ત્યારે આત્મચિંતન કરો.
રામ મોકરિયાએ પોતના વિરોધીઓ સામે પડ્યા
શહેર ભાજપના નેતા એક કાર્યક્રમમાં નો -એન્ટ્રી વિવાદ બાદ રામ મોકરિયા મેદાને પડ્યા છે. રામ મોકરિયાએ પોતના વિરોધીઓ સામે પડ્યા છે. રામ મોકરિયાએ RMC, સૌરાષ્ટ્ર યુનિ, પોલીસમાં ગેરવહીવટની વાત રજૂ કરી છે. આ મામલે મુદ્દે પૂર્વ MLAનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટી મોટી થાય ત્યારે વાસણ ખખડે, મેં નહીં તું ની ભાવના કેળવવી જોઈએ, નિરાશ થાઓ ત્યારે આત્મચિંતન કરો.


