ડભોઈના સાસરિયાંએ પુત્રવધુને ત્રાસ આપતા મામલો પોલીસમાં પિયરમાંથી રૂપિયા એક લાખ લઇ આવ કહી મારઝૂડ કરી હવડોદરાના ડભોઈના સાસરીયાઓએ 25 વર્ષીય પુત્રવધુને શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુક્યા હતા.પતિ,સાસુ અને સસરા ઘરમા કામકાજ બાબતે હેરાન કરતા હતા. ત્યારે પતિ કોન્ટ્રાક્ટ ધંધો કરતો હોઈ તારા પિયરમાંથી રૂ એક લાખ લઇ આવ કહી મારઝૂડ કરી કાઢી મૂક્યા હતા..
નડિયાદ શહેરના ફૈજાનપાર્ક સોસાયટીમાં રહેતા ફરીનબાનુ મન્સૂરી ઉ.25ના તા. 16 સપ્ટેમ્બર 2023 ના રોજ વડોદરાના ડભોઈમાં રહેતા લતીફ મન્સૂરી સાથે જ્ઞાતિના રીત રીવાજ મુજબ લગ્ન થયા હતા. આ બાદ યુવતી સંયુક્ત પરિવારમાં રહેતા હતા. જેના થોડા મહિના બાદ સાસુ પતિને ચડામણી કરી યુવતીને રાખવાની નથી કહેતા હતા કારણ કે તેને લગ્નમાં કઈ આપ્યું નથી અને ઘરમા કઈ કામ આવડતુ નથી કહી શારીરિક ત્રાસ આપતા હતા. ત્યારે પતિ મારે કોન્ટ્રાક્ટ ધંધો કરવો છે,જેથી તારા પિયરમાંથી રૂ એક લાખ લઇઆવો, જેથી પરિણીતાએ કહ્યું હતું કે મારા પિતા આટલી મોટી રકમ આપી શકે તેમ નથી કહેતા પતિએ ઝઘડો કરી મારઝૂડ કરી હતી.આ ઉપરાંત સાસુ-સસરા બાળક થવાના નથી કહી ત્રાસ આપતા હતા.તા.15 ફેબ્રુઆરી 2025 ના રોજ સાસરીયાઓએ યુવતી સાથે ઝઘડો કરી ઘરમાંથી કા વનઢી મુક્યા હતા. આ બનાવ અંગે યુવતીની ફરિયાદ આધારે મહિલા પોલીસે પતિ લતીફ,સસરા ઈકબાલહુસેન, સાસુ જાયદાબેન મન્સૂરી સામે ફરિયાદ નોંધી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


