અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સીઆરપીએફની ગાડી ખીણમાં પડી જતા 2 જવાનોના મોત થયા છે. જ્યારે 16 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે.ક્યાં બની ઘટના ?

વસંતગઢમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનોની કાર ખીણમાં પડી ગઇ. કંડવા વિસ્તાર પાસે આ ઘટના બની. તમામ ઇજાગ્રસ્તોને કમાંડ હોસ્પિટલ લઇ જવાયા છે. ઘટના સ્થળ પર રેસક્યુ ટીમ પણ પહોંચી છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જિતેન્દ્રસિંહે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

