GUJARAT : છોટાઉદેપુર એસટી ડેપો ખાતે એક બસમાં અચાનક આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો.

0
50
meetarticle

છોટાઉદેપુર એસટી ડેપો ખાતે આજે એક બસમાં અચાનક આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો.આગ જોવા મળતાં મુસાફરોમાં ભય ફેલાઈ ગઈ હતી. તાત્કાલિક રીતે છોટાઉદેપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો.

પરંતુ બાદમાં જાણવા મળ્યું કે સમગ્ર ઘટના માત્ર એક મોક ડ્રિલ હતી – આગ લાગવાની અને બચાવ કામગીરીની અભ્યાસાત્મક કવાયત હતી.

ફાયર વિભાગ દ્વારા એક સફળ મોડેલ મોગડેલું યોજાયું હતું જેમાં એસટી કર્મચારીઓને અચાનક ઘટનાઓ સમયે કઈ રીતે સાવચેતીના પગલાં લેવાનું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આગના ધુમાડા અને તાત્કાલિક કામગીરીને જોઈ સૌએ તે સાચી ઘટના માન્યી હતી, પરંતુ અંતે જાણ થઈ કે આ સાવચેતી માટેનું આયોજન હતું – જેને જોઈ તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો.

મુખ્ય ઉદ્દેશ: જીવ બચાવવા માટે આગ લાગે ત્યારે શું કરવું તેની તાલીમ આપવી અને તંત્રની તત્પરતા ચકાસવી.

આવો પ્રયાસ મુસાફરોના સુરક્ષાને લઈને એક સકારાત્મક પગલું કહેવાય

રિપોર્ટર : રફાકત ખત્રી બોડેલી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here