અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાંથી આયાત થતા સામાન પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ આર્થિક અને રાજકીય ચર્ચાઓ તીવ્ર બની ગઈ છે. ટ્રમ્પે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ભારત દ્વારા રશિયાથી તેલ ખરીદવું બતાવ્યું છે. પણ શું કારણ માત્ર આટલું જ છે? જો ખરેખર રશિયાથી તેલ ખરીદવું જ કારણ હોત, તો એ જ ટેરિફ ચીન અને યુરોપિયન યુનિયન પર પણ લાગવો જોઈએ હતો. પણ એવું થયું નહીં. તો પાછળનું સાચું કારણ શું છે?
ભારત પણ અમેરિકાની દાદાગીરી સ્વીકારશે પરંતુ એવું બન્યું નહીં.
પેનલ્ટીની વાત જ દર્શાવે છે કે ટ્રમ્પના ટેરિફના ખેલ પાછળ રશિયાનું તેલ નહી પણ બીજું જ કંઇ છે. 26 જૂન 2017 માં પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. ટ્રમ્પે મોદી સાથે અંગત મિત્રતાની શરૂઆત કરી. 13 ફેબ્રુઆરી 2025 સુધી બંને દેશો વચ્ચે સારી સમજદારી રહી. પણ, ટ્રમ્પે આ મિત્રતાનો અર્થ પોતાને અનુકૂળ રીતે કાઢ્યો. તેમનો વિચાર હતો કે ભારત પણ અમેરિકાની દાદાગીરી સ્વીકારશે. પરંતુ એવું બન્યું નહીં.
ઓપરેશન સિંદૂર અને ટ્રમ્પની મધ્યસ્થ બનવાની કોશિશ
પહેલગામ આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરીને પાકિસ્તાનની સરહદની અંદર આતંકી ઠેકાણા તબાહ કર્યા. પાકિસ્તાનના વિનંતી પછી ભારતે ઓપરેશન રોક્યું.
તત્કાલ જંગ રોકાવાનો ક્રેડિટ લેવાની કોશિશ કરી
ટ્રમ્પે તત્કાલ જંગ રોકાવાનો ક્રેડિટ લેવાની કોશિશ કરી અને કહ્યું કે ભારતે અમેરિકાના કહેવા પર આ કાર્યવાહી બંધ કરી. પરંતુ પીએમ મોદીએ સંસદમાં સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ દેશે જંગ રોકવા માટે ભારતને કહ્યું નહોતું.
આ નિવેદનથી ટ્રમ્પ નારાજ થયા
ટ્રમ્પે ભારત સાથે ટ્રેડ ડીલ (વ્યાપાર સંધિ) કરવાની કોશિશ કરી હતી. પરંતુ જ્યારે ટ્રમ્પે આ ડીલનું ગણિત જોયું, ત્યારે તેઓએ જોયું કે અમેરિકા ભારતથી વધારે ખરીદે છે અને ઓછું વેચે છે, એટલે કે ટ્રેડ ડેફિસિટ છે.
ભારત કૃષિ આધારિત દેશ છે
ટ્રમ્પે ઈચ્છ્યું કે ભારત અમેરિકન ખેતી અને ડેરી ઉત્પાદનો ખરીદે તથા એવા ચારા ખરીદે, જેમાં માંસ મિશ્રિત હોય પણ ભારત એવા ચારા ખરીદવાનું ના પાડી દીધી કારણ કે ભારત કૃષિ આધારિત દેશ છે અને દૂધ ઉત્પાદનમાં વિશ્વનું નંબર 1 દેશ છે. ભારતમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે, અને માંસમિશ્રિત ચારો સ્વીકાર્ય નથી એટલે ટ્રમ્પે ગુસ્સે થઈને 25% ટેરિફ અને 25% પેનલ્ટી લાદી.
આ ટેરિફની અસર કોને થશે?
ટ્રમ્પે ટેરિફ લાદીને વિચાર્યું કે ભારત દબાણમાં આવશે. પરંતુ હકીકતમાં આ નિર્ણય ભારતના ઉત્પાદકો અને નિકાસકર્તાઓ માટે અવરોધકારક છે તો અમેરિકન ગ્રાહકો માટે પણ નુકસાનીકારક છે. જે સામાન પહેલાં $100માં મળતો હતો, હવે $150માં મળશે. ખરીદનાર તો અમેરિકન જ છે! જયાં સુધી ટ્રમ્પ એ જ વસ્તુઓ અમેરિકા માટે સ્થાનિક સ્તરે ઉત્પાદન કરાવશે નહીં જેમકે દવાઓ, ઈલેક્ટ્રોનિક્સ, જ્વેલરી કે કપાસ ત્યાં સુધી તેમને ખરીદવી જ પડશે, ભલે મોંઘી ખરીદે.
રાજકીય અને આર્થિક અસર
ટ્રમ્પે જે ટેરિફ ભારત પર લાદ્યા છે, તેનો સીધો આર્થિક બોજ તો ભારતમાં પડશે જ, પણ અમેરિકન માર્કેટમાં પણ ભાવ વધશે તથા અમેરિકન અર્થતંત્રના નિકાસ આધારિત ક્ષેત્રો પર અસર પડશે. ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવશે. ટ્રમ્પના આવા નિર્ણયોની રાજકીય કિંમત પણ બંને દેશોમાં ભોગવવી પડી શકે છે.
ભારત હવે વિશ્વમંચ પર દબાણમાં આવતો દેશ નથી,
ટ્રમ્પે ટેરિફ અને પેનાલ્ટી નિર્ણય મૈત્રીભાવ નહિ, પણ અહંકાર, દાદાગીરી અને વેપારલાલચ પર આધારિત હતા. ભારતે પોતાની સંસ્કૃતિ અને હિતોને પ્રાથમિકતા આપી. આ આખી ઘટનાએ સાબિત કર્યું કે ભારત હવે વિશ્વમંચ પર દબાણમાં આવતો દેશ નથી, પણ પોતાનું મૂલ્ય અને મર્યાદા જાળવીને સત્તા સાથે ચાલે છે.


