GUJARAT : પાડલીયા ગામમાં એસટી બસ શરૂ – ગ્રામજનોમાં ખુશીની લહેર

0
62
meetarticle

છોટાઉદેપુર જિલ્લાનું પાડલીયા ગામ આજ રોજ ખુશીથી ઝૂમી ઉઠ્યું જ્યારે તંત્ર દ્વારા ગામમાં એસટી બસ સેવા શરૂ કરવામાં આવી. લાંબા સમયથી ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ અવરજવર માટે મુશ્કેલી અનુભવી રહ્યા હતા, પરંતુ તંત્રએ લોકોની માંગણીને ધ્યાને લઈ છેલ્લે આ બસ સેવા શરૂ કરી.

બસ ગામમાં પહોચતા જ ગામલોકોએ ફૂલોની હાર પહેરાવી ડ્રાઈવર તથા કંડકટરની ધૂમધામથી આવકાર્યો હતો. આખું ગામ એક જુસ્સા સાથે બસના આગમનને આવકારતું જોવા મળ્યું.
ગામલોકોએ તંત્રનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે વર્ષોથી માંગ કરી રહ્યા હતા, આજે આખરે અમારી સુનાવણી થઈ

રિપોર્ટર : રફાકત ખત્રી બોડેલી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here