VADODARA : ચાણોદ માંડવા કરનારી માર્ગ પર આડેધડ વાહનો હંકારી જાહેર માર્ગ પર કપચીઓ વેરી જતાં વાહન ચાલકો રાહદારીઓ પરેશાન

0
65
meetarticle

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પદયાત્રીઓ કાવડયાત્રીઓ શિવ મંદિરોમાં પદયાત્રા કરી પહોંચતા હોય ત્યારે કપચીઓ વાગતાં પરેશાન થાય છે


જાહેર માર્ગ પર આમ કપચી રેતી માટે વેરાતી રહેવાનાં બનાવો બનતાં રહેશે જેથી વાહનો સ્લીપ સ્લીપ થવાના વાહનોના ટાયરો માં પંચર થવાના બનાવો બને છે


ચાણોદ રસ્તાની આસપાસ ની ગટરો માં રેતી કપચી નો ભરાવો થતા ગટરના પાણી ચાણોદના માર્ગો પર વહેતા થતા યાત્રિકો શ્રદ્ધાળુઓ પરેશાન ગટરના વહેતા પાણીમાં છબછબિયા કરતાં પસાર થવું પડે દુઃખદ બાબત સત્વરે ઘટાડો ની સફાઈ જરૂરી
ડભોઇ તાલુકાના તીર્થસ્થાન ચાણોદ વિભાગમાં હાલ હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ચાણોદ વિભાગના પૌરાણિક શિવ મંદિરો તેમજ મંદિરોમાં હિંડોળા ચાલતા હોય ત્યારે દર્શનાર્થીઓનું ઘસારો રહેવા પામ્યો છે. ચાણોદ ખાતેથી પવિત્ર નર્મદા જળ લઈ ડભોઇ વડોદરા અમદાવાદ વિભાગ માંથી કાવડયાત્રીઓ પદયાત્રા દ્વારા નર્મદા જળ લઈ પ્રસ્થાન કરી શિવજીને જળાભિષેક કરી ધન્યતા અનુભવ છે આ ઉપરાંત બહારગામ થીચચ તીર્થ સ્થાન કરનાળી ખાતે કુબેર ભંડારી ભોળાનાથ ના દર્શન કરવા પદયાત્રા દ્વારા પહોંચતા હોય છે ત્યારે ચાણોદ વિભાગમાં આડેધડ દોડતાં ડમ્પરો ટ્રેક્ટર માં રેતી કપચી માટે ઓવરલોડ ભરી દોડતાં હોય છે જેમાંથી રસ્તા પર રેતી કપચી માટી વેરાતી હોય છે જેથી રાહદારીઓ મુશ્કેલી અનુભવી રહ્યાં છે ચાણોદ ના માંડવા થી કુબેર ભંડારી તરફ તેમજ માંડવા થી ડભોઇ તરફ ના માર્ગ પર હાલ મોટી માત્રામાં કપચી રસ્તા પર વેરાયેલ જોવા મળે છે ત્યારે અહીંથી પસાર થતાં રાહદારીઓ વાહન ચાલકો પરેશાન છે ત્યારે સ્થાનિક લાગતી વળગતી પંચાયત તેમજ લાગતું વળગતું વહીવટ તંત્ર આ બાબતે જાગૃતતા ક્યારે દાખવશે તે પ્રશ્ન લોક ચર્ચા ને એરણે છે અત્રે ઉલ્લેખનીય છે કે ચણોદ માં વરસાદનો વિરામ છે પણ રસ્તા પરની રેતીઓ ગટરમાં જતા ગટરો માંથી પાણી ઉભરાઈ ને રસ્તા ઉપર જાહેર માર્ગ પર અજગર ભરડો લઈને વહન કરતાં લોકો પરેશાન છે નર્મદા નદીમાં સ્નાન કરી આવ્યા પછી ગટરોના પાણીમાં ચાલવું પડે એ દુઃખદ લાગણી અનુભવી રહ્યા છે ત્યારે સત્વરે રસ્તાની આસપાસ ની ઘટાડો ની સફાઈ થાય એ જરૂરી છે
REPOTER : મુકેશ ખત્રી, ચાણોદ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here