સંજેલી ખાતે આવેલ સ્માર્ટ પોલીસ મથકે પંચમહાલ ગોધરા રેન્જ આઈજીની અધ્યક્ષતામાં સંજેલી-લીમડી-સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારનો નાગરિકોની ફરિયાદો રજૂઆતો સાંભળવા માટે લોકદરબાર (સંવાદ સેતુ )યોજાયો હતો
જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા જેમાં તાલુકાના સરપંચો,અધિકારીઓ, આગેવાનો જોડાયા હતા જેમાં નાગરિકોએ મોટી સંખ્યામાં વ્યક્તિગત રેન્જ આઈજીની સમક્ષ વિવિધ બાબતે રજુઆત કરી હતી જેમાં નગરના ઉબડ-ખાબડ રસ્તાઓ,ગંદકી,સ્ટ્રીટ લાઈટ,સીસીટીવી કેમેરા, કુવાનું પાણી પીવા પીવા લાયક નથી,આઉટ પોસ્ટ,જર્જરિત ઉર્દુ સ્કૂલના નવીન ઓરડાઓ બનાવવા બાબત, વિકાસ ના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દાઓ વિષે નાગરિકોએ રજુઆત કરી હતી જેમાં રેન્જ આઈજી-જિલ્લા પોલીસ વડા દ્વારા ત્વરિત ધોરણે નાગરિકોની રજૂઆતો વિવિધ ખાતાઓના અધિકારીઓને સૂચના આપી વહેલી તકે સમસ્યા હલ કરવા માટે કડક સૂચના આપી હતી
(રિપોર્ટર ફરહાન પટેલ સંજેલી)


