CHOTAUDAIPUR : જિલ્લા અને તાલુકા કક્ષાએ “હર ઘર તિરંગા” યાત્રા તા.૧૨મી ઓગસ્ટના રોજ યોજાશે – કલકેટર ગાર્ગી જૈન

0
53
meetarticle

સમગ્ર દેશમાં આગામી તા.૨ ઓગસ્ટ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પણ તા. ૨ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લમાં “હર ઘર તિરંગા” અભિયાનની સમીક્ષા બેઠક જિલ્લા કલકેટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને યોજાય હતી.

જિલ્લા કલકેટરએ રાજય સરકારની સૂચના મુજબ ગ્રામ્ય થી લઇ જિલ્લા સુધી “હર ઘર તિરંગા” યાત્રા યોજાય તે અંગે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું. “હર ઘર તિરંગા” યાત્રા સાથે શાળા અને કોલેજોમાં તિરંગા કવીઝ, રાખી મેકીંગ, રંગોળી સ્પર્ધા યોજવા જણાવ્યું હતું. જિલ્લા અને તાલુકા કક્ષાએ તા. ૧૨.૮.૨૫ના રોજ “હર ઘર તિરંગા” યાત્રા યોજાશે.


જિલ્લા કલકેટર ગાર્ગી જૈન “હર ઘર તિરંગા” અભિયાનની આ વર્ષે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” થીમ રાખવામાં આવી છે. ગામડાઓ અને શહેરોના રસ્તાઓની સફાઈ બાબતે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ અભિયાનમાં નાગરિકો મહતમ સંખ્યામાં જોડાય તે રીતે જનભાગીદારીથી આયોજન કરવા સૂચન કર્યુ હતું.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક.ઇમ્તિયાઝ શેખ, પ્રાયોજના વહિવટદાર.કલ્પેશ કુમાર શર્મા,મદદનિશ કલેકટર મુસ્કાન ડાગર,અધિક નિવાસી કલેકટર શૈલેસ ગોકલાણી સહિત સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here