મોરબીના માળિયામાં ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, અકસ્માત બાદ ટેન્કર અને કારમાં આગ લાગી હતી અને લોકો જીવતા ભડથું થઈ ગયા હતા, સુરજબારી ટોલનાકા નજીક આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, આ અકસ્માત સામસામે થયો હોવાની વાત સામે આવી છે.
મોરબીના માળિયામાં અકસ્માતમાં 4ના મોત
મોરબીના માળિયામાં અકસ્માતમાં 4ના મોત થયા છે, અકસ્માત બાદ ટેન્કર અને કારમાં આગ લાગી હતી અને સુરજબારી ટોલનાકા પાસે અકસ્માત બાદ આગ લાગી હોવાની વાત સામે આવી છે. ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં અન્ય 7 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા
મોરબીના સુરજબારી પાસે ટેન્કર અને કાર વચ્ચે પહેલા અકસ્માત થયો અને અકસ્માત બાદ કારમાં આગ લાગતા 4 લોકો જીવતા ભડથું થઈ હયા હતા ફાયરની ટીમ દ્વારા 5 બાળકો અને 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તો મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. મોરબી અને ભચાઉ ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે, પોલીસે આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે.


