GUJARAT : અંકલેશ્વર GPCBના નવા રિજિયોનલ ઓફિસર તરીકે ડૉ. જિજ્ઞાસા ઓઝાની નિમણૂક

0
49
meetarticle

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને ૨૮ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં અંકલેશ્વર GPCBના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલીયાની બદલી જેતપુર ખાતે કરવામાં આવી છે. તેમના સ્થાને સુરતના પ્રાદેશિક અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. જિજ્ઞાસા ઓઝાની અંકલેશ્વર GPCBના નવા રિજિયોનલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.


અંકલેશ્વરમાં સતત વધી રહેલા પ્રદૂષણ અને જોખમી રાસાયણિક કચરાના ગેરકાયદેસર નિકાલ જેવી સમસ્યાઓ પર નિયંત્રણ લાવવાનો મોટો પડકાર નવા અધિકારી ડૉ. ઓઝા સામે રહેશે.

REPOTER : કેતન મહેતા, ભરૂચ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here