ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પશુ ચોરીના ત્રણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલા એક રીઢા આરોપીને સુરતના માંગરોળથી ઝડપી પાડ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે, ભરૂચ LCB એ સુરતના માંગરોળ ખાતે વોચ ગોઠવી હતી. મૂળ રાજસ્થાનના અને હાલ માંગરોળના ખાનદાન ફળિયામાં રહેતા વિલાલ હાજી સિંધીને ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપીની પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે અગાઉ પકડાયેલા તેના ત્રણ સાગરીતો, રફીકખાન અસલ્મ ખાન, સિદ્દીક સુલતાન ખાન અને શોયબ અલી સુલેમાન અલી સાથે મળીને તેણે અંકલેશ્વર, વાલિયા અને ઝઘડિયા વિસ્તારમાં પશુ ચોરીના અનેક ગુનાઓને અંજામ આપ્યો હતો. તેણે વાલિયા તાલુકાના દેસાડ ગામેથી બે ભેંસોની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


