દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં 8 દિવસ પહેલા શરૂ કરાયેલું ઓપરેશન કુલગામ આજે 8મા દિવસે પણ ચાલુ છે. જે છેલ્લા 10 વર્ષોમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારી અથડામણ છે.
આ આપરેશનમાં અત્યાર સુધી 3 આતંકી ઠાર મરાયાની પુષ્ટિ થઇ છે. જ્યારે 2-3 આતંકીઓ હજી પણ છુપાયા હોવાની આશંકા છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 9 સેનાના જવાનો ઘાયલ થયા છે. સતત 8 દિવસથી ચાલી રહેલી આ અથડામણને કારણે અકહાલ ગામથી રહેણાંક લોકોને સ્થળોએ મોકલી દેવામાં આવ્યા છે.
સેના છે સતર્ક
કાશ્મીરમાં છુપાયેલા આતંકીઓને મારવા માટે પૈરા, સેના અને 3 જિલ્લાની પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત સીઆરપીએફ મોરચો સંભાળી રહ્યા છે. જ્યારે આ સમગ્ર વિસ્તારમાં હેલિકોપ્ટર, હેક્સકોપ્ટર્સ દ્વારા નજર રાખવામાં આવી રહીછે. જેનાથી જો આતંકીઓ સ્હેજ પર ગતિવિધિ કરે તો તેની આળખ થઇ શકે.
આતંકીઓ ક્યાં છૂપાયેલા છે?
જંગલ અને પહાડો વચ્ચે આ ક્ષેત્રમાં દેવદારના વૃક્ષોની આડમાં છુપાયેલા આતંકીઓ પોતાની જગ્યા બદલી રહ્યા છે. પરિણામે આતંકીઓેને પોઇન્ટ આઉટ કરવામાં મુશ્કેલી થઇ રહી છે. બીજી તરફ આતંકવાદીઓ ટેકરીના ઊંચા ભાગમાં છુપાયેલા છે જ્યાંથી તેઓ સુરક્ષા દળોની ગતિવિધિઓ પર સરળતાથી નજર રાખી રહ્યા છે.
પહલગામ આતંકી હુમલાના 3 આતંકી ઠાર
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સેનાને બીજી સફળતા મળી હતી. સેનાએ ઓપરેશન મહાદેવ દ્વારા પહેલગામ હુમલાના 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે પોતે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે સંસદમાં કહ્યું હતું કે 22 એપ્રિલે, IB ને માનવ ગુપ્ત માહિતી દ્વારા આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારથી અમારી સેના તે આતંકવાદીઓને ખતમ કરવાની યોજના બનાવી રહી હતી.


