રેખા અને જયા બચ્ચન બોલીવુડની અનુભવી અભિનેત્રીઓમાંથી એક છે. બંનેએ પોતાની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે અને પોતાની મજબૂત અભિનય કુશળતા સાબિત કરી છે.
બંને ખૂબ જ વૈભવી જીવન જીવે છે. જાણો રેખા અને જયા બચ્ચનમાંથી કોણ વધુ ધનિક છે અને બંનેની કુલ સંપત્તિ કેટલી છે?
રેખાની કુલ સંપત્તિ કેટલી?
રેખાને બોલીવુડની સદાબહાર અભિનેત્રીનો ટેગ મળ્યો છે. આ દિગ્ગજ અભિનેત્રીની સુંદરતા અને અભિનયના દરેક દિવાના છે. તેણીએ 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ભલે તે હવે ફિલ્મોમાં સક્રિય નથી છતાં પણ તે પોતાની સુંદરતાથી લોકોના દિલ પર રાજ કરે છે. કુલ સંપત્તિની દ્રષ્ટિએ તે ઘણી સુંદરીઓને પાછળ છોડી દે છે. તમને જણાવી દઈએ કે રેખા 2012થી 2018 સુધી રાજ્યસભા સભ્ય અને સાંસદ રહી ચૂકી છે. રેખાની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો અહેવાલ મુજબ, તેમની પાસે લગભગ ₹332 કરોડની સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેખા મુંબઈમાં ‘બસેરા’ નામના બંગલામાં રહે છે જેની કિંમત 100 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. અહેવાલો અનુસાર, તે દરેક ફિલ્મ માટે 13થી 14 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રેખા પાસે હૈદરાબાદ અને મુંબઈમાં ઘણી મિલકતો છે જેના ભાડામાંથી તે સારી કમાણી કરે છે. તે કોઈ કાર્યક્રમનું આયોજન કરવા અથવા સ્ટોર ખોલવા માટે પણ ભારે ફી લે છે.
જયા બચ્ચનની કુલ સંપત્તિ કેટલી ?
જયા બચ્ચને બોલીવુડમાં ઘણું નામ અને ખ્યાતિ મેળવી છે. તે બોલીવુડના શહેનશાહ એટલે કે અમિતાભ બચ્ચનની પત્ની છે. જયા બચ્ચન સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ પણ છે. કુલ સંપત્તિની બાબતમાં તે રેખાથી પાછળ છે. જયા બચ્ચને તેમના ચૂંટણી સોગંદનામા (નાણાકીય વર્ષ 2022-23)માં વ્યક્તિગત રીતે 1.63 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. રિપોર્ટ મુજબ, અમિતાભ બચ્ચનની વ્યક્તિગત સંપત્તિ 273.74 કરોડ રૂપિયા છે. જ્યારે અમિતાભ-જયાની સંયુક્ત જાહેર કરેલી સંપત્તિ લગભગ ₹1,578 કરોડ છે. સોગંદનામામાં એ પણ ખુલાસો થયો છે કે જયાનું બેંક બેલેન્સ 10.11 કરોડ રૂપિયા છે. જયા બચ્ચન પાસે 9 લાખ રૂપિયાની કાર છે. જયા બચ્ચન પાસે 40 કરોડ રૂપિયાના ઘરેણાં પણ છે.


