ફોરેન પાસપોર્ટ ઓફિસમાં મળેલા કારતૂસ મુદ્દે આખરે ફરિયાદ કરવામાં આવી છે.અમદાવાદમાં ફોરેન પાસપોર્ટ ઓફિસમાં 10 મહિના પહેલા 50 જીવતા કારતૂસ મળ્યા હતા અને તપાસ બાદ જેની પાસેથી જીવતા કારતૂસ મળ્યા હતા.
તેને અવારનવાર સમન્સ મોકલવા છતા તે હાજર ન થતા ફરિયાદ કરવામાં આવી છે. પોરબંદરના રાજવીર ઓડેદરા સામે શાહીબાગ પોલીસે ફરિયાદ કરી છે.
પાર્સલમાં 50 જીવતા કારતૂસ મંગાવ્યા
10 માસ પહેલા અમેરિકાથી આવેલા પાર્સલમાં 50 જીવતા કારતૂસ આવ્યા હતા અને તે જોઇને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. પોરબંદરના રાજવીર ઓડેદરાએ આ જીવતા કારતૂસ મંગાવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું જેથી તેને અનાર વરા સમન્સ મોકલીને હાજર થવા જણાવાયું હતું પણ તે હાજર થતો ન હતો જેથી રાજવીર ઓડેદરા સામે આખરેશાહિબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજવીરે ઓનલાઇન પૈસા ભર્યા હતા
તપાસમાં બહાર આવ્યું હતું કે જીવતા કારતૂસ મંગાવવા માટે રાજવીરે ઓનલાઇન પૈસાની ચુકવણી કરી હતી અને ત્યારબાદ આ કારતૂસની ડિલીવરી કરાઇ હતી પણ પાર્સલ રાજવીર સુધી પહોંચે તે પહેલાં જ ફોરેન પાસપોર્ટ ઓફિસના અધિકારીઓના ધ્યાનમાં આવી ગયું હતું અને પાર્સલને જપ્ત કરી લેવાયું હતું.
રાજવીરે જીવતા કારતૂસ શા માટે મંગાવ્યા
તપાસ એ દિશામાં પણ થઇ રહી છે કે રાજવીરે જીવતા કારતૂસ શા માટે મંગાવ્યા હતા અને તેણે આ પ્રકારે ભુતકાળમાં જીવતા કારતૂસ કે કોઇ હથિયારો મંગાવેલા છે કે કેમ. જીવતા કારતુસ મંગાવાનો ઇરાદો શું હતો તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે. જો કે આ રાજવીર કોણ છે અને ક્યાં રહે છે તે વિશે પણ હાલ તપાસ કરાઇ રહી છે


