સાતમ આઠમનો તહેવાર હવે નજીક છે ત્યારે સૌરાષ્ટ્રમાં આ તહેવારમાં મોટા પ્રમાણમાં પત્તા રમવામાં આવે છે પણ હવે જો તમે પત્તા રમવાના શોખીન હોવ તો ચેતી જજો કારણ કે કેટલાક તત્વો હવે તમને પત્તા રમવામાં છેતરી પણ શકે છે.
રાજકોટમાં પોલીસે એવા પત્તા કૌંભાડ પકડ્યું છે કે જે પત્તા તમે રમશો તો તમારી મુડી પણ હારી જશે
પત્તામાં કોન્ટેક લેન્સ
રાજકોટમાં કેમિકલયુક્ત ગંજીપાનાનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કેમિકલયુક્ત ગંજીપાનાનો જથ્થો ઝડપી લીધો છે અને તેમાં તપાસ કરાતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે તેમાં કોન્ટેક લેન્સની મદદથી જાણી શકાતું હતું કે સામેની વ્યક્તિને ક્યા પ્રકારના પાના આવેલા છે.
પત્તામાં એક ખાસ પ્રકારની ચીપ
ભેજાબાજોએ પત્તામાં એક ખાસ પ્રકારની ચીપ પણ મુકી હતી અને તેઓ સર્કિટની મદદથી કઇ બાજી મોટી છે તેની માહિતી ભેજાબાજોને મળતી હતી. પોલીસે ભેજાબાજ પાસેથી 4260 પત્તાની કેટ, 4 મોબાઇલ, 75 કોન્ટેક લેન્સ કબ્જે કર્યા હતા.
પોલીસ પણ દંગ રહી ગઇ
રાજકોટમાં સાતમ આઠમ અને શ્રાવણમાં મોટા પાયે ગંજી પાના રમવામાં આવતા હોય છે ત્યારે તેનો ફાયદો ઉઠાવીને ભેજાબાજોએ આ પ્રકારના ગંજીપાનાનો ઉપયોગ કરીને લોકોના ખિસ્સા ખાલી કરવાનો કારસો રચેલો હતો. શહેરના વાવડી વિસ્તારમાંથી કેમિકલયુક્ત ગંજીપત્તા કબ્જે કરવામાં આવ્યા. છે. આ કેમિકલયુક્ત ગંજીપત્તાને કારણે સામેની વ્યક્તિને ક્યાં પત્તા આવ્યા છે તે કોન્ટેક લેન્સની મદદથી જાણી શકાય છે તેવું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. મોબાઇલમાં તેને કનેક્ટ કરવામાં આવેલા હતા જેનું પોલીસે ડેમોન્સ્ટ્રેશન જોયું તો પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઇ ગઇ હતી


