જરોદ પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં આવતા આસોજ ગામ ના સિમાડે હાલોલ થી વડોદરા ના ધોરીમાર્ગ પરથી પસાર થતી દાહોદ થી માંડવી ની એસ બસ ના ચાલકે આગળ મુસાફરો ને ભરી ચાલતા છકડા ને અડફેટે લેતાં છકડો એસ ટી ની ટક્કરે ફંગોળાઈ જતાં છકડા ચાલક અશોકભાઈ છગનભાઇ પરમાર ને માથાં ના ભાગે અને શરીર ના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ના મારફતે નજીક ની જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાતા હોસ્પિટલ ના હાજર તબીબોએ અશોકભાઈ પરમાર ને મરણ જાહેર કરતા જરોદ પોલીસ દ્વારા ગફલતભરી રીતે હંકારી રહેલ એસ ટી બસ ના ચાલક વિરૂધ્ધ અકસ્માત મોત નો ગુન્હો નોંધી ને આગળ તપાસ હાથ ધરી છે
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા


