છેલ્લા ત્રેવીસ વર્ષ ઉપરાંત થી દર વર્ષની જેમ મણિનગર ના મણિઆશા સોસાયટી માં રહેતા મહેશ ભાઈ અનોખી રીતે રક્ષાબંધન ઉજવે છે.
આ વર્ષે પણ એપાર્ટમેન્ટમા તથા આસપાસ સફાઈ કામ કરતાલીલાબેન બહેન રાખડી બાધવા આવ્યા. આ લીલાબેન ને એમના પરિવાર ના સભ્ય જેવું સ્થાન છે. દર રક્ષાબંધન ના પવિત્ર દિવસે અચૂક રાખડી બાધવા આવે જ. એના પછી મારા સગા બહેન ની રાખડી કાંડે બંધાય. આ અમારો દર વર્ષ નો ક્રમ રહ્યો છે.
એમની રાહ જોયા પછી અમે બીજે રાખડી બાધવાનો તહેવાર મનાવીએ છીએ.
આજે પણ લીલાબેન અમારા આંગણે આવી ને રાખડી કાંડે બાંધી મારા સારા સ્વાસ્થ્ય ની પ્રાર્થના કરી


