સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થયા હોવાની વાત સામે આવી છે, ફૂડ વિભાગે લીધેલા દૂધના માવામાં ભેળસેળ સામે આવી છે, દૂધના માવાના 10 સેમ્પલ ભેળસેળ યુક્ત નિકળ્યા છે. છેલ્લા 15 દિવસમાં 22 સેમ્પલ લીધા હતા જેમાં 10 સેમ્પલ ફેલ થયા છે. આ તમામ વિરુદ્ધ હવે એજ્યુકેટિંગ ઓફિસરને ફરિયાદ કરવામાં આવશે.
સુરતમાં દૂધના માવા વેચનારાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી
સુરત મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી સતત અલગ-અલગ વિસ્તારોમાં ખમણ, મીઠાઈ, ફરાળી ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગત બુધવારે વિવિધ સંસ્થાઓમાંથી ૨૨ દૂધના માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા.
જે પૈકી ૧૦ સેમ્પલ ફૂડ સેફ્ટી એક્ટના ધારા-ધોરણ મુજબ નહી હોવાથી ફૂડ વિભાગે સંસ્થાઓ સામે એડજ્યુકેટિંગ ઓફિસરને ફરિયાદ કરાશે પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ હાલ તહેવારોની સીઝન ચાલુ છે ત્યારે પાલિકા દ્વારા ફરાળી ખાદ્ય પદાર્થ વિક્રેતા, મીઠાઈ વિક્રેતા અને દૂધના માવા વેચનારાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી.
આ દુકાનોના સેમ્પલ રહ્યા ફેલ
શંકરલાલ માવાવાલા હરીપુરા, સુરત શ્રી કૃષ્ણા માવાભંડાર બાજી રોડ, વાડી ફળીયા શ્રી ગણેશ ડેરી અને મીઠાઇ આશાનગર-૨, ઉધના જય અંબે માવા ભંડાર નાની છીપવાડ, ભંડાર – બરાનપુરી ભાગલ • શ્રીકૃષ્ણ ડેરી એલએચ રોડ, વરાછા નંદકિશોર એસ કોટસફીલ રોડ, દેનાબેંક પાસે • અમૃત ડેરી ફાર્મ ધનમોરા કોમ્પ્લેક્સ, કતારગામ .અંબાજી રોડ • અંબા શંકર માવા


